ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના નવા દેવળીયામાં બે શખ્સોએ PGVCLના કર્મચારીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ચરાડવા ઙૠટઈકમાં ફરજ બજાવતા કર્મચારી નવા દેવળીયામાં પોતાની ફરજ બજાવતા હોય ત્યારે આરોપીઓએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીને આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ચરાડવા ગામે ઙૠટઈકમાં ફરજ બજાવતા મહેન્દ્રભાઇ સુરમાભાઇએ નવા દેવળીયાના મનસુખભાઇ ભગવાનભાઇ પટેલ અને મહેશભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ ચરાડવા ઙૠટઈકમાં ફરજ બજાવે છે અને ફરજના ભાગરૂપે નવા દેવળીયા ગામે પંચાયત ઓફિસનું મીટર બદલાવા માટે થઈને ગયા હતા. આ દરમિયાન આરોપી મનસુખભાઇ પટેલ અને મહેશભાઇ પટેલે ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને અમારુ કામ કેમ નથી કરતો તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા મહેન્દ્રભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ, મારામારી અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.