મામલતદારને આવેદન પત્ર પાઠવી વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
- Advertisement -
રાજ્યમાં સ્પર્ધાત્મક જેમકે ગૌણ સેવાની પરીક્ષામાં મેરીટ અને ગુજરાતીના ભાષા અનુવાદના લીધે કેટલાક વિદ્યાર્થીઓને ઘરે બેસવાનો વારો આવે છે. આ પ્રકારના પ્રશ્નોને લઇ ધ્રાંગધ્રા ખાતે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા CBRT નો વિરોધ કરતા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.
વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું હતું કે મહામહેનતે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપી ભાષાંતર ભૂલના લીધે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે સાથે જ આ પદ્ધતિથી અનેક છબરડા પણ સર્જાય છે જેને ધ્યાને લઇ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે. જેને લઇ ઈઇછઝ પદ્ધતિથી લેવામાં આવતી પરીક્ષા બંધ કરવા માટે માંગ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.