સુરતના બુકી ઉપરાંત રાજકોટના અને ઉપલેટાના શખ્સના નામ ખૂલ્યા
એલસીબીએ રોકડ – મોબાઈલ સહિત 72,970નો મુદામાલ કબ્જે કર્યો
ઉપલેટામાં ફ્લેટમાં ક્રિકેટ સટ્ટાનો મોટો કારોબાર ચાલતો હોવાની બાતમી આધારે રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી ઓનલાઈન ઈશિભબીુુ પર કપાત કરી જુગાર રમાડતા કોલકીના શખ્સને દબોચી લઈ રોકડ અને મોબાઈલ મળી રૂ.72970 નો મુદામાલ કબ્જે કરી સુરત, રાજકોટ અને ઉપલેટાના શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસપી હિમકરસિહની સૂચના અને માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ, કે. એમ.ચાવડા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ કૌશીક જોષી, અરવિંદસિહ જાડેજા અને કૌશીક જોષી સહિતના સ્ટાફને મળેલ બાતમી આધારે ઉપલેટા સ્વામીનારાયણ મંદીરની બાજુમાં રીધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ રીધી બ્લોક નં.403માં દરોડો પાડ્યો હતો આ ફ્લેટમાં કીશોર ઉર્ફે સેટી લલીત ડેડકીયાને સકંજામાં લઈ બે મોબાઇલ ફોન ચેક કરતાં તેમાં ક્રિકેબઝ એપ્લીકેશનથી બીગબેસ લીગ સીરીઝમાં રમાતી ટી-20 ક્રિકેટ સીરીઝમાં મેચનો સ્કોર ગ્રાહકો પાસેથી લીધેલ રનફેરના સોદા થયેલ તે બાબતે આરોપીને પુછતા પોતાની સેસન્સ તથા મેચની હારજીતના સોદા અલગ અલગ ગ્રાહકોને કરતો હોવાનુ જણાવેલ હતું જેમાં રાજકોટના દિવ્યેશ, ઉપલેટાનો કાનો ગ્રાહક હોવાનું જણાવેલ હતું. તેમજ પોતે રનફેરના સોદાઓની કપાત સુરતના જલારામ નામના શખ્સ પાસેથી કરાવતો અને તેણે કોડ નં. 12 આપેલ હોવાની કબુલાત આપી હતી. એલસીબીની ટીમે ક્રિકેટ સટ્ટો રમતાં શખ્સને પકડી રોકડ રૂ.64970 અને મોબાઈલ સહિત કુલ રૂ.72970 નો મુદામાલ કબ્જે કરી ક્રિકેટ સટ્ટો રમતાં બે ગ્રાહકો અને કપાત કરનાર સુરતના શખ્સની શોધખોળ હાથ ધરી છે.