રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ આગામી દિવસોમાં જન્માષ્ટમી તહેવાર ને લઇ સૌરાષ્ટ્ર વાસીઓ ઓમા અનેરો થનગનાટ પર્વતી રહ્યો છે ત્યારે શ્રી કુષ્ણ જન્મોત્સવ મનાવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે શહેર અનેક વિસ્તારોમા જન્માષ્ટમી પર્વને વિવિધ મંડળો સંસ્થાઓ દ્વારા આયોજનો થઈ રહ્યા છે ત્યારે આ તહેવાર ને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા તહેવાર સંદર્ભે સંકલન માટે એક શાન્તિ સમિતિની બેઠકનું આયોજન એ.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં કરવામાં આવેલ જ જેમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ આગેવાનો તહેવારને લઇ વિવિધ સૂચનો કરેલ જે યોગ્ય કરવા પીએસઆઇ જે.આર. વાજા ખાત્રી આપેલ
- Advertisement -
આ ઉપરાંત કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિ દ્વારા સર્કલ ચોક ખાતે જન્માષ્ટમી શોભાયાત્રા સમયે પુષ્પ ગુચ્છોથી સ્વાગત કરવામાં આવશે તેમ સમિતિ મા સભ્યો એ જણાવેલ જેને તમામ લોકો દ્વારા આવકારવામાં આવેલ આ તકે બટુકભાઈ મકવાણા, મુન્ના બાપુ, વહાબ કુરેશી,જિશાન હાલોપોત્રા, એડવોકેટ અશ્વિનભાઈ મણિયાર, હરીઓમ ગ્રૂપના હર્શિદભાઈ રાખલિયા, ચંદ્રેશભાઈ વેકરીયા, નિલેશભાઈ સોલંકી.ભાવિનભાઈ દોંગા, કાસમભાઈ જુણેજા, અશરફભાઈ થઇમ, લતીફબાપુ કાદરી અને સોહેલ સિદ્દીકી સહિતના હાજર રહેલ હતા.