દાતાઓ દ્વારા પદયાત્રીઓ માટે ચા-પાણી, નાસ્તો સહિતની વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
શ્રાવણ માસના પ્રથમ રવિવારે દર વર્ષની જેમ આ વખતે પણ જૂનાગઢથી ઉમાધામ ગાઠીલા સુધી 24 મી પદયાત્રાનું આયોજન કરાયું છે. વંથલી તાલુકાના ગાંઠીલા મુકામે આવેલ કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર આવેલ છે દર વર્ષની પરંપરા મુજબ ઉમા પદયાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસના પ્રથમ રવિવારે તા.11ના રોજ 24મી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે..
- Advertisement -
રવિવારે સવારે 6 વાગ્યે ઝાંઝરડા રોડ પર સિદ્ધનાથ મહાદેવ મંદિરે દાદાના દર્શન કરી માં ઉમિયાજીની આરતી કરી સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા પદયાત્રીઓને પ્રસ્થાન કરાવાશે પદયાત્રા ની સાથે માતાજીનો રથ ઝાંઝરડા રોડ ,મધુરમ, વાડલા ફાટક, લુવારસર, ધણફુલીયા થઈ ઉમાધામ ગાંઠીલા ખાતે પહોંચશે..તેમજ યાત્રાના માર્ગમાં દાતાઓ દ્વારા પદયાત્રીઓ માટે ચા પાણી, નાસ્તો, લિંબુસરબત, આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી છે ઉમાધામ ખાતે મંદિરના પ્રમુખ, ટ્રસ્ટીઓ, સભ્યો દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરાશે તેમજ પદયાત્રીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.