ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
વેરાવળમાં સેવામાં સર્વોત્તમ સેવા એટલે સમાજસેવા સામાજિક, શૈક્ષણિક કે આરોગ્ય જેવી અનેક સેવાઓમાં અગ્રેસર રહેતા શ્રી હલાઈ લોહાણા મહાજન વેરાવળના પ્રમુખ વિક્રમભાઈ તન્નાના માર્ગદર્શન હેઠળ આયોજિત ન્યુટ્રેશન કેમ્પ તેમજ જાપાનીઝ મશીન દ્વારા રાહત દરે ફુલ બોડી ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં ડોક્ટર એન.એમ.ટી રામાણી તથા અનિલ ગણત્રા જામનગર ન્યુટ્રેશન, આયુર્વેદિક પદ્ધતિ થી 100 વધુ દર્દીઓએ માર્ગદર્શન લીધું કેમ્પમાં આવનાર દરેક લોકોને ઓ પી ડી તેમજ કાઉન્સિલિંગ સંપૂર્ણપણે નિ-શુલ્ક રાખવામાં આવેલ અને જાપાનીઝ મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ રાહત દરે રાખેલ હતો
આ કેમ્પમાં પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા કારોબારી સભ્ય ધીરુભાઈ ચંદે બીપીનભાઈ અઢિયા, ભરતભાઈ શિંગાળા, જીતેન્દ્ર ખખ્ખર, અનિશ રાચ્છ, તેમજ સમાજના આગ્રાણી કિરીટભાઈ ઉનડકટ, ઉદયભાઈ શાહ , અશોકભાઈ મારુ, સંજયભાઈ સાગર, હિતેશભાઈ સાગર, અતુલભાઇ શાહ , શૈલેષભાઈ કાનાબાર, મુકેશભાઈ ચોલેરા, મનોજભાઈ ચંદારાણા, નિલેશભાઈ છગ, ભાવેશભાઈ રતનધારિયા સહિતના લોકોએ કેમ્પની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ અનોખા કેમ્પમાં સેવા આપવા જામનગર થી અનિલભાઈ ગણત્રા તેમજ વેરાવળના ન્યુટ્રેશન ડોકટર રામાણી સાહેબ તેમજ જામનગર થી મૈત્રી જોશી, મયુરી જોશી, સેવામાં જોડાયા હતા. કાર્યક્રમનુ સંકલન અનિશ રાચ્છ દ્વારા કરવામાં આવેલ હોવાનું આરોગ્ય હેતુની અખબારી યાદીમાં જણાવાયુ છે.