ચીને 38 વિમાનો તાઇવાન પરથી ઉડાડયા: 9 જહાજોથી ઘેર્યું
વિલ્નીયસમાં ચાલી રહેલી ‘નાટો’ બેઠક અપશુકનિયાળ બની
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચીને છેલ્લા બે દિવસથી નૌસેના જહાજો અને યુદ્ધ વિમાનો તથા બોમ્બવર્ષક ભારે વિમાનોના મોટા જથ્થાઓ તાઇવાન તરફ મોકલી રહ્યા છે. તાઇવાનનું સંરક્ષણ મંત્રાલય આ માહિતી આપતાં જણાવે છે કે મંગળવાર સવારથી બુધવાર સવાર સુધીમાં ચીને 38 યુદ્ધ વિમાનો તાઈવાન ઉપરથી ઉડાડયાં અને 9 યુદ્ધ જહાજોથી તાઈવાનને ઘેર્યું છે. તાઈવીનનું સંરક્ષણ મંત્રાલય જણાવે છે કે, પહેલા ચીને 8 વિમાનો મોકલ્યા પછી 30 બીજા વિમાનો પણ મોકલ્યા તેમાં જે-10 અને જે-16 વિમાનો સામેલ હતા.
હવે તાઇવાન આ મહિનાના અંતમાં વાર્ષિક હાન ’હાન-ગુયાંગ’ અભ્યાસ યોજશે. તે ઉપરાંત વાર્ષિક ’વાન-આન’ અભ્યાસ કરશે. તેનો હેતુ નાગરિકોને પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરવા માટે તથા હવાઈ હુમલાઓ સમયે સુરક્ષિત કેમ રહેવું તે શીખવાડવામાં આવશે.
તાઇવાન પોતે સ્વતંત્ર હોવાનો સતત દાવો કરી રહ્યું છે, ચીન તેનો વિરોધ કરતા તાઇવાનને પોતાનો એક પ્રાંત દર્શાવે છે. (નકશા ઉપર પણ) ચીન, તાઇવાનને દબાવવા તેની જળસીમા ઉપરથી સતત વિમાનો ઉડાડી રહ્યું છે. કોઈ કોઈ વાર ટાપુ રાષ્ટ્રની ઉપરથી પણ યુદ્ધ વિમાનો મોકલી રહ્યું છે. તેટલું જ નહી પરંતુ દર વખતે તે યુદ્ધ-વિમાનો, યુદ્ધ જહાજોની સંખ્યા વધારી રહ્યું છે. પહેલા છ યુદ્ધ જહાજોએ તે ટાપુ રાષ્ટ્રને ઘેર્યું હતું હવે 9 યુદ્ધ જહાજોથી ઘેરી રહ્યું છે. સાથે ડ્રોન વિમાનો પણ ટાપુ-રાષ્ટ્ર પરથી ઉડાડે છે. ચીનની નજર તાઇવાન ઉપરાંત પૂર્વમાં ફીલીપાઇન્સ અને પેસિફિક મહાસાગરમાં આવેલા ટચુકડા ટાપુ પ્રદેશો પર છે. અમેરિકાને તે પોસાય તેમ નથી કારણ કે તેથી અમેરિકાનો પશ્ર્ચિમ તટ ભયમાં મુકાઈ જાય તેમ છે. બીજી તરફ શી- જિનપિંગ, માઓ-ત્સે-તુંગ જે ન કરી શક્યા તે તાઇવાન પર કબ્જો જમાવી પોતાને માઓથી પણ મહાન દર્શાવવા આજીવન પ્રમુખ પદ મેળવી લેવા માગે છે તે ભારતને ડરાવી એશિયાની સર્વોચ્ચ સત્તા બનાવવા માગતા હતા તેમાં નિષ્ફળ રહ્યા છે સૌ જાણે છે.
- Advertisement -
ઇર્શેનિયાના પાટનગર વિલ્નીયસમાં નાટો દેશોની બેઠક ચાલે છે ત્યારે યુક્રેન ઉપર રશિયા દ્વારા પ્રચંડ મિસાઇલ વર્ષા થઈ રહી છે. યુક્રેનના હજ્જારો સૈનિકો મૃત્યુ પામ્યા છે 3,000 લશ્ર્કરી વાહનોનો નાશ થયો છે બાખ્તુનમાં વિજા મેળવી વિજય ધ્વજ સાથે વિલ્નીયસ ’નાટો’ પરિષદ સમયે ઉપસ્થિત રહેલા ઝેલેન્સ્કીની મનની મનમાં રહી ગઈ છે. પશ્ર્ચિમે સળગતા જ્વાળામુખી તરફ સૌનું ધ્યાન છે, ત્યારે તાઇવાન પર તરાપ મારવા ચીન તૈયાર થયું છે. ઉત્તર કોરિયા પરમાણુ શસ્ત્રો વહી શકે તેવા આઇસીબીએમના સફળ પ્રયોગો કરી ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી અને માયામી ઉપર ખતરો ઉભો કરી રહ્યું છે. વિશ્ર્વ સમસ્ત અત્યારે સચિંત બની રહ્યું છે, નાટો બેઠક અપશુકનિયાળ બની છે કે શું તેમ ઘણા વિચારે છે.