ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રિના ત્રીજા નોરતે જૂનાગઢ શહેરના જોશીપરા, વોર્ડ 4 ખાતે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ધારાસભ્ય ભીખાભાઈ જોશીની ગ્રાન્ટમાંથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પરિસર પાસે પોસ્ટલ સોસાયટીમાં બનેલ નવ નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલ ગરબીમાં પણ હાજરી આપવામાં આવી હતી. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે સોસાયટીના ઘણા જાહેર અને સામાજિક પ્રસંગો થતા હોય લોકોને સુવિધામાં વધારો કરવા આ વિસ્તારના લોકોએ ધારાસભ્ય ભીખાભાઇ જોષીને રજુઆત કરતા ધારાસભ્ય દ્વારા વર્ષ 2021-22 ના વર્ષની રૂપિયા 3 લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે કામ પૂર્ણ થતા નવરાત્રી દરમિયાન આ કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે સોસાયટીના આગેવાનો ભાવેશભાઈ પરમાર, જીવાભાઈ જાડેજા, જીગરભાઈ વાઘેલા, હીમાંશુભાઈ ત્રિવેદી, પ્રફુલભાઈ લાલવાણી વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં કોમ્યુનિટી હોલનું ધારાસભ્ય ભીખાભાઇ જોષીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.