ઓમિક્રોન વેરિઅન્ટ નવા સબવેરિયન્ટ JN.1માં રૂપાંતરિત થયું છે. એક્સપર્ટસનું કહેવું છે કે આ JN.1માં એક વ્યક્તિથી બીજી અથવા તો ત્રીજી વ્યક્તિમાં ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે.
કોરોનાની નવી ઈનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ગુરુવારે ભારતમાં 594 નવા કેસ નોંધાયા છે. આના કારણે સક્રિય કેસોની સંખ્યા 2311 થી વધીને 2669 થઈ ગઈ છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ એક એડવાઈઝરી પણ જારી કરી છે.
- Advertisement -
સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો માટે નવી એડવાઈઝરી જારી કરી
આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘આવનારી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને થોડા ઠોસ પગલાં લેવાની જરૂર છે, જેથી આ વાયરસને કારણે ફેલાતા જોખમને બને તેટલું રોકી શકીએ અને ઓછું કરી શકીએ.’ સાથે જ દરેક રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા માંટે કહેવામાં આવ્યું છે. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબોરેટરીમાં પોઝિટવ સેમ્પલ મોકલવાની સલાહ આપવામાં આવી હતી.ઓમિક્રોન વેરિઅન્ટ નવા સબવેરિયન્ટ JN.1માં રૂપાંતરિત થયું છે. એક્સપર્ટસનું કહેવું છે કે આ JN.1માં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા તો ત્રીજી વ્યક્તિમાં ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે, પરંતુ ગંભીરતાની દૃષ્ટિએ તે પહેલાના વર્ષોની જેમ મજબૂત નથી. આ વેરિયન્ટ બસ ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ જાનલેવા નથી.’
JN.1 નો પહેલો કેસ ક્યારે આવ્યો?
ભારતમાં JN.1 નો પહેલો કેસ કેરળમાં 8 ડિસેમ્બરે નોંધાયો હતો. એક 79 વર્ષની મહિલાને તેનો ચેપ લાગ્યો હતો ત્યાર બાદ દેશમાં અલગ અલગ જગ્યાએ તેના કેસ સામે આવી રહ્યાં છે.
JN.1 વેરિયન્ટ કયા કયા દેશમાં ફેલાયો
JN.1 વેરિઅન્ટ 41 દેશોમાં ફેલાયેલું છે. કોરોનાના આ નવા પ્રકારને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચેપમાં વધારો થઈ રહ્યો છે. તેની હાજરી અમેરિકા, બ્રિટન, આઈસલેન્ડ, સ્પેન, પોર્ટુગલ, નેધરલેન્ડ અને તાજેતરમાં ચીન સહિત વિવિધ દેશોમાં જોવા મળી છે. હવે આ યાદીમાં ભારતનું નામ પણ જોડાઈ ગયું છે.
- Advertisement -
દેશના આ રાજ્યોમાં પહોંચ્યો કોરોના JN.1
સ્વાસ્થ્ય મંત્રાલયના એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે JN.1 નું સંક્રમણ દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેમના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
કોવિડ વેરિઅન્ટ JN.1 ના લક્ષણો શું?
– તાવ
– થાક
– વહેતું નાક
– સુકુ ગળું
– માથાનો દુખાવો
– ઉધરસ
– પેટ સંબંધિત બીમારીઓ
કોવિડના નવા વેરિયન્ટ JN.1ને રોકવાનાં પગલાં-
-આ વાઇરસ સરળતાથી ફેલાતો હોવાથી તમામ સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું શરૂ કરો
– માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળો
– વાસણો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરવાનું ટાળો.
– સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી વારંવાર હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
– લોકો સાથે વાત કરતી વખતે 10 મીટરનું અંતર જાળવો.
-ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો.