તાલાલામાં રૂપિયા 1.90 કરોડનાં ખર્ચે તાલુકા પંચાયત કચેરનું નવી ભવન બનશે,જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાલાલામાં સાસણ રોડ પર નવી તાલુકા પંચાયત કચેરીનું જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજાના હસ્તે, તાલુકા પંચાયત તાલાલાના પ્રમુખ રામસિંહભાઈ પરમારની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયુ હતું. રૂપિયા 1 કરોડ 91 લાખના ખર્ચે નવી તાલુકા પંચાયત કચેરીનુ બિલ્ડીંગ નિર્માણ પામશે.
તેનો ફાયદો તાલાલા તાલુકાના સવા લાખ ગ્રામ્ય નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે અને તાલુકા પંચાયત તાલાલાની વિવિધ કામગીરીઓ સારી રીતે કરવા આ વિશાળ અને સુવિધાપુર્ણ બિલ્ડીંગ ઉપયોગી પુરવાર થશે.