ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકાનાં ફાયર વિભાગમાં નવુ ફાયર ફાયટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ફાયર ફાઇટરની વિશિષ્ટતાઓ 12,000 લીટર પાણીની ક્ષમતા, 100 લીટર ફોમ સાથે પેટ્રોલીયમ ફાયરમાં પણ ઉપયોગી, તમામ પ્રકારની અલગ-અલગ ફાયરમાં ઉપયોગી બ્રાન્ચ પાઇ5, 150 મીટર હોસ પાઇપ / હોસ રીલ, 40 ફુટથી રેસ્કયુ કરી શકાય તેવી લેડર, હેવી ફાયર ફાઇટર માટેનું મોનીટર, હેલમેટ, ફાયર સુટ, સેફટી શુઝ, આગમાં ફાયર ફાઇટીંગ તથા રેસ્ક્યુ કરી શકાય તેવા બી.એ. સેટ તથા તે અંગેના જરૂરી ઓજારો અને સાધનો સહિતની સગવડતા સાથે ફાળવવામાં આવ્યું હતું.આ તકે મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, ડે.મેયર ગીરીશ કોટેચા, સ્થાયી સમિતી ચેરમેન હરેશ પરસાણા, કિરીટ ભીંભા, ફાયર ઓફીસર દિપક જાની, પ્રોગ્રામ ઓફીસર વાય.એ શિવાની સહિતનાં હાજર રહ્યાં હતાં.
જૂનાગઢ મહાનગર પાલીકામાં નવા ફાયર ફાઇટરનું લોકાર્પણ કરાયું
