વાડીમાં પાણી ભરવાની હોજ અને ઓરડીની તળ ભાંગી પડ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે અચરજ પમાડે તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મંગળવારે મોડી રાત્રે કોંઢ ગામે સીમ વિસ્તારમાં ભેદી ધડાકાનો અવાજ સંભળાતા ગ્રામજનો પણ ચોકી ઉઠ્યા હતા તપાસ દરમિયાન ગામની સીમમાં ગગજીભાઈની વાડી ખાતે પાણી સંગ્રહ માટેની 60 સ 60 ક્ષેત્રફળની હોજ (પાણીનો ટાંકો) ભાંગેલી હાલતમાં જોવા મળ્યો હતો આ સાથે વાડીમાં બનાવેલી ઓરડીના તળ અને પતરાનો સેડ પણ ભાંગી પડ્યો હોવાનું સામે આવ્યું હતું. અચાનક આ પ્રકારના ભેદી ધડાકા સાથે વાડીમાં ભાંડી પડેલા મજબૂત બાંધકામને લઈ સ્થાનિક ગ્રામજનો પણ ચોકી ઉઠ્યા હતા. જોકે હજુ સુધી આ ભેદી ધડાકા પાછળનું નક્કર કારણ કે પછી કોઈ નક્કર પુરાવો સામે આવ્યો નથી પરંતુ હાલ તંત્રને આ અંગેની જાણ કરતા તંત્ર દ્વારા પણ ભેદી ધડાકાની ગુથ્થી સુલઝાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.



