ગાયકો 1950થી 2000 સુધીના પ્રચલિત નવા-જૂના હિન્દી ફિલ્મી ગીતો રજૂ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની સંગીત પ્રિય જનતા માટે રીટાયર્ડ ઇલેક્ટ્રીસીટી એમ્પ્લોઇઝ મ્યુઝીકલ એસોસીએશન(રીમા) ગૃપ દ્વારા બીજી ઓક્ટોબરને સોમવારના રોજ સાંજે 5-30 થી 9 વાગ્યા સુધી ઇવનીંગ પોસ્ટ, સીનીયર સીટીઝન પાર્ક, જ્યુબેલી ગાર્ડન પાસે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ ખાતે જીઇબીના નિવૃત કર્મચારીઓ પ્રથમવાર કરાઓકે મ્યુઝીકલ કાર્યક્રમ કરવા જઇ રહ્યા છે. જેમાં મુખ્ય ગાયકોમાં કિશોરસિંહ જેઠવા, જે.બી. પારેખ, એસ.એસ.શુક્લ, કે.ડી. વધાડીયા, જે.જે. શુક્લ, પ્રકાશ દવે, બી.એન. પટેલ, રમેશ મારુ તથા પ્રોફેશનલ સીંગર સાયના સંઘી અને વિજયા વાઘેલા 1950 થી ર000 સુધીના ખૂબ જ પ્રચલીત જૂના-નવા હિન્દી ફિલ્મી ગીતોનો ખજાનો લઇને આપ સૌની સમક્ષ રજૂ કરશે અને મનોરંજ પૂરુ પાડશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રીટાયર્ડ ઇલેક્ટ્રીસીટી એમ્પ્લોઇઝ મ્યુઝીકલ એસોસીએશન સંગીત ગૃપના તમામ સદસ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રવેશ પાસ ઇવનીંગ પોસ્ટના ગેઇટ પર ઉપલબ્ધ રહેશે. કાર્યક્રમ સાંજે 5-30 વાગ્યે શરૂ થઇ જશે. તેથી સમયસર પધારવા અખબારીમાં યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમમાં માનવંતા મહેમાનોમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, સરગમ ક્લબ પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર સહિતના મહાનુભાવો હાજર રહેશે. કાર્યક્રમનું સંચાલન કિશોરસિંહ જેઠવા દ્વારા કરવામાં આવશે.