રાજકોટની અંબિકા ટાઉનશિપમાં મધરાત્રે ખેલાયો ખૂની ખેલ
આરોપીએ ક્ધટ્રોલરૂમમાં ફોન કરી પોતે જ જાણ કરી: સોસાયટીના ગ્રૂપમાં હત્યાની કબૂલાત આપતો વિડીયો વાયરલ કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં મધરાત્રે વધુ એક ખૂની ખેલ ખેલાયો છે જેમાં કર્ણાટક સાઈડના યુવકે તેના જ ભાગીદાર સાથે પત્નીને આડા સંબંધ હોય જેથી કંટાળી પત્નીને પથ્થરના ઘા ઝીકિ પતાવી દીધા બાદ ક્ધટ્રોલરૂમમાં જાણ કરી પોતે હત્યા કરી હોવાનો વિડીયો બનાવી સોસાયટીના ગ્રૂપમાં વાયરલ કરતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી હત્યારા પતિ મૂળ મહારાષ્ટ્રના ગુરૂપા શિરોડીની ધરપકડ કરી હતી.
સનસનાટી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જીવરાજ પાર્કમાં આવેલ અંબિકા ટાઉનશીપમાં શાંતિવન નિવાસ રેસિડેન્સીમાં રહેતાં અંબિકાબેન ગુરૂપા શિરોડી ઉ.વ.34 ગત રાત્રે પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ ગુરૂપા સાથે ઝઘડો થયો હતો. જે બાદ ઉશ્ર્કેરાયેલા પતિ ગુરૂપાએ મોડી રાતે ત્રણ વાગ્યાની આસપાસ પત્નીને પેવર બ્લોકના ઘા માથામાં ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી હત્યાને અંજામ આપ્યા બાદ પત્નીના મૃતદેહની બાજુમાં જ હત્યારા પતિએ બનાવની જાણ કરતો એક વિડીયો ઉતારી સોસાયટીના ગ્રુપમાં મુક્યો હતો અને બનાવ અંગે ક્ધટ્રોલરૂમમાં જાણ કરી હતી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એ.હિરપરા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હત્યારાની ધરપકડ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી મૃતદેહને દિીાલેગક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યારો ગુરૂપા શિરોડી મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને વર્ષ 2003માં રાજકોટ રહેવા આવ્યો હતો અને પેવર બ્લોકનો ધંધો શરૂ કર્યો હતો 2006માં અંબિકા સાથે લગ્ન કર્યા હતા અને દંપતી રાજકોટ અંબિકા ટાઉનશીપમાં રહેતાં હતાં સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે લગ્નના 17 વર્ષ બાદ પત્નીને હત્યારા પતિના મિત્ર સાથે આડા સબંધ બંધાયા હોવાની જાણ થતાં દંપતી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો ત્યારે ગઈ રાતે તેમના બંને સંતાનો અન્ય રૂમમાં સુઈ ગયાં બાદ મોડી રાતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને રાતે ત્રણ વાગ્યાની આસપાસ ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્ર્કેરાયેલા પતિએ ત્યાં પડેલ પેવર બ્લોકના ઘા માથામાં ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બાદમાં પોતે જ પત્નીના મૃતદેહની બાજુમાં જ એક વિડીયો ઉતારી પોતે પત્નીની હત્યા કરી હોય તેવું કહી સોસાયટીના ગ્રુપમાં વાયરલ કરી પોલીસને જાણ કરી હતી.