રૂ. 16.30 કરોડની જગ્યા ખુલ્લી કરાવાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરીના વિસ્તારમાંથી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી 3535 ચો.મી. જમીન ખુલ્લી કરાઈ હતી. મ્યુ. કમિ. અમિત અરોરાના આદેશ અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજરોજ પૂર્વ ઝોનના વોર્ડ નં. 4માં ગણેશ પાર્કમાંથી 100 ચો.મી. ટી.પી. રોડ, વોર્ડ નં. 5માં દુધેશ્ર્વર મંદિરના વોંકળા પરની દુકાનો 75.00 ચો.મી., વોર્ડ નં. 18માં 10 ચો.મી. સોલવન્ટ ફાટક પાસે ઝેટકો સબ સ્ટેશન સામે ધાર્મિક હેતુનું ડી.પી. રોડ પર બાંધકામ વોર્ડ નં. 4માં 400 ચો.મી. અનામત પ્લોટ અને વોર્ડ નં. 15 આજી ડેમ ચોકડી પાસે પોલીસ સ્ટેશન પાછળ મનપાની જમીન 2950 ચો.મી. કુલ 3535 ચો.મી. અંદાજિત રૂપિયા 16.30 કરોડની જમીન ખુલ્લી કરાઈ હતી. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (પૂર્વ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઈમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા.
- Advertisement -
વોર્ડ નં. 2માં ખુલ્લા પ્લોટમાં ક્ધસ્ટ્રકશન અને ડીમોલીશનનો કચરો ફેંકનાર દંડાયા
મહાનગરપાલિકા દ્વારા શહેરના ક્ધસ્ટ્રકશન એન્ડ ડીમોલીશન કચરાના યોગ્ય નિકાલ થાય તે માટે લોકોમાં ક્ધસ્ટ્રકશન એન્ડ ડીમોલીશન કચરા અંગેની જાગૃતિ આવે તે માટે આજરોજ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં. 2માં આવેલ ગાયત્રીધામ સોસાયટી શેરી નં. 3ની પાછળ મનપા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ટ્રેકટર માલિક ધીરૂ ગડારિયા તથા ભુરા વણઝારા દ્વારા ક્ધસ્ટ્રકશન અને ડીમોલીશનનો કચરો ખાલી કરતાં ઝડપાઈ જતાં આ બંને આસામીઓ પાસેથી રૂા. 15 હજારનો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. આ કામગીરી મ્યુ. કમિ.ના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ વિભાગના પર્યાવરણ ઈજનેર પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર જાંજાળાની આગેવાની હેઠળ વોર્ડ નં. 2 તથા વોર્ડ નં. 3ના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.