‘મા’ તે ‘મા’ બીજા બધા વગડાના ‘વા’
‘મા તે મા, બીજા વગડાના વા’ આ કહેવત આ તસ્વીરમાં સાર્થક થતી જોવા મળે છે. ધોમધખતા તાપમાં પણ એક મા જ હોય જે પોતાની સાડીનો પલ્લુ પોતાના માથે નહીં પરંતુ તેના બાળકોના માથે નાખીને તેને છાંયડો આપી પોતે તડકે તપી રહી છે. ભગવાન જ્યારે ખુદ ધરતી પર નથી આવી શકતો ત્યારે તે એક માનું સર્જન કરે છે. એક મા પોતે તપી અને બાળકોને છાંયડો આપે છે. ગરમી, ઠંડી કે પછી વરસાદ હોય ત્યારે એક મા જ પોતાના બાળકોને રક્ષણ આપતી હોય છે, એટલે જ કહેવાય છે ને ગોળ વિના સૂનો કંસાર અને મા વિના સુનો સંસાર….