-અધુરા માસે જન્મેલા પાંચ બાળકો અને માતા સ્વસ્થ
અહીંના રાજેન્દ્ર આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં એક પ્રસુતાએ અધુરા માસે એક સાથે પાંચ બાળકોને જન્મ આપતા ડોકટરો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. રિમ્સમાં મહિલા અને પ્રસુતિ વિભાગમાં ઇટખોરી ચતરાની એક મહિલાએ પાંચ પાંચ બાળકોને જન્મ આપ્યો હતો.
- Advertisement -
રીમ્સ રાંચીએ નવજાત પાંચ બાળકોની તસ્વીર પણ સોશ્યલ મીડિયામાં શેર કરી હતી. ડોકટરોએ લખ્યું કે અધુરા એટલે કે 7 માસે આ બાળકોનો જન્મ આપવો જોખમ હતો. અમારા માટે ત્યાં પડકાર હતા પણ ઓપરેશન શકય રહ્યું મા અને બાળકોની તબીયત સ્વસ્થ છે.