પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ જય વાળીનાથથી સંબોધન શરૂ કર્યું અને કહ્યું, આજે તો વાળીનાથે વટ પાડી દીધો
વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ જય વાળીનાથથી સંબોધન શરૂ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ધણા બધા જુના જોગીઓના દર્શન કરવા મળ્યા. આ સાંભળતા જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, આજે તો વાળીનાથે વટ પાડી દીધો છે. અગાઉ ધણીવાર અહીં આવ્યો છું પણ આજે તો કંઈક અલગ જ વાત છે.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજના દિવસે એક સંયોગ થયો છે. આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. લોકોની સુવિધા માટે આજે 13000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું છે. જેનાથી લોકો માટે રોજગાર માટે નવું અવસર બનશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે હું દિવ્ય ઉર્જા અનુભવ કરી રહ્યો છે. આ ઉર્જા એ યાત્રાથી પણ જોડે છે જે બળદેવગીરી બાપુએ શરૂ કરી હતી. હું મંચ પરથી ગાદીપતી જયરામગીરી બાપુને વંદન કરું છે. બળદેવગીરી બાપુ જોડે મારું ગાઢ નાતો હતો. 2016માં તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે.
આ મંદિર માત્ર દેવાલય છે એટલું જ નથી. તે આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતીનો પ્રતિક છે. બળદેવગીરી બાપુ જોડે જ્યારે હું વાત કરતો ત્યારે હું આ સમાજના બાળકો માટેના શિક્ષણની વાત કરતો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મોદીની ગેરંટીનું લક્ષ એ દેશના છેવાડામાં રહેલા માનવીનું જીવનધોરણ સુધરવાનું છે. દેશમાં અત્યારે એક બાજું દેવાલયો બની રહ્યાં છે તો બીજી બાજું ગરીબ પરિવારોને પોતાનું ઘર મળી રહ્યું છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યું હતું. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું.
#WATCH | "On one side 'devalays' are being constructed and on the other side, houses for the poor are also being built in the country," says PM Modi in Gujarat's Mehsana. pic.twitter.com/DOAzwcsFgJ
- Advertisement -
— ANI (@ANI) February 22, 2024
એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ હું અયોધ્યામાં…
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બરાબર એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ હું અયોધ્યામાં ભગવાન રામના ચરણોમાં હતો. ત્યાં મને ભગવાન રામલલાની મૂર્તિના અભિષેકની ઐતિહાસિક ઘટનામાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું. તે પછી 14 ફેબ્રુઆરી (વસંત પંચમી)ના રોજ મને અબુધાબીમાં ખાદી દેશોના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવાની તક મળી. માત્ર 2-3 દિવસ પહેલા જ મને ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કરવાનો મોકો પણ મળ્યો. હવે આજે મને અહીં તરભના આ ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પૂજા કરવાનો લહાવો મળ્યો છે.
It is always special to be in Mehsana. The projects being launched from here will give fillip to the overall progress of this region. https://t.co/9o82GWLYyY
— Narendra Modi (@narendramodi) February 22, 2024
ભગવાનનું કામ હોય કે દેશનું કામ બંને ઝડપથી થઈ રહ્યા છે
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં વધુમાં કહ્યું કે, ભારતની વિકાસ યાત્રામાં આ એક શાનદાર સમયગાળો છે. આ એવો સમય છે જ્યારે ભગવાનનું કામ હોય કે દેશનું કામ, બંને ઝડપથી થઈ રહ્યા છે. ભગવાનની સેવા પણ થઈ રહી છે અને દેશની સેવા પણ થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ભારતમાં આઝાદી બાદ વિકાસ અને વિરાસત વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે,આજે હું આ પવિત્ર ભૂમિ પર દૈવી ઉર્જાનો અનુભવ કરી રહ્યો છું. આ ઉર્જા આપણને હજારો વર્ષોથી ચાલતી આધ્યાત્મિક ચેતના સાથે જોડે છે. જેનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે પણ છે અને મહાદેવ સાથે પણ છે. સેંકડો વર્ષ જૂનું આ મંદિર આજે 21મી સદીની ભવ્યતા અને પ્રાચીન દિવ્યતા સાથે બનાવવામાં આવ્યું છે. આ મંદિર પણ સેંકડો કારીગરો અને શ્રમિકોના વર્ષોની અથાક મહેનતનું પરિણામ છે.