બિહાર રહેતી ત્રણ બહેનો સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ
ગોંડલ પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી હત્યાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલે હત્યાનો ગુનો નોંધાયા બાદ આજે ગોંડલ તાલુકામાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મહિના પૂર્વે જ બિહારથી પેટિયું રડવા આવેલા યુવાનને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે આ બનાવનાં પગલે એલસીબી, તાલુકા પોલીસ સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હત્યાનો ભેદ ઉકેલવા વિવિદિ દિશામાં તપાસ હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના એલસીબી પોલીસ સ્ટેશનની પાછળ રિબડા સડક પીપળીયા સીમ વિસ્તારમાં હત્યા કરાયેલી હાલતમાં યુવાનની લાશ પડી હોવાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વી એમ ડોડીયા, એલસીબી પીઆઇ વી વી ઓડેદરા,કોટડાસાંગાણી પીઆઇ રાઠોડ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસે મૃતક યુવાનની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી દરમિયાન મૃતક મુળ બિહારનાં થાણા કુનેનીનો અને હાલ પારડી રહેતો અને પારડી ફેકટરીમાં કામ કરતો ચંદનકુમાર અમરજીત રાય ઉ.26 હોવાનું જાણવાં મળ્યું હતું હત્યારાએ બન્ને સાથળ તથા પેટના ભાગે છરીનાં ઘા મારી હત્યા નીપજાવી હતી. મૃતક બિહારથી એક મહીના પહેલા જ અહી આવી કામે લાગ્યો હતો મૃતક અપરણીત હતો તેનો પરીવાર માતા પિતા અને ત્રણ બહેનો બિહાર વતનમાં રહેતા હોવાનું જાણવા મળ્યુ છે યુવાનની કોણે અને શામાટે કરી તે જાણવા પીઆઇ વી.એમ.ડોડીયા સહિતની ટીમે તપાસ હાથ ધરી પરપ્રાંતિય મજુરોની પુછપરછ હાથ ધરી છે.



