પાટીદાર સમાજને PM મોદીનો સંદેશો: વિદેશના બદલે દેશમાં જ લગ્ન પ્રસંગ ઉજવો, દેશમાં જ ટૂર કરો
ખોડલધામના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીની વર્ચુઅલ હાજરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી 20 કિલોમીટર દૂર પડધરીના અમરેલી ગામે 42 એકરથી વધુ જમીન પર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભૂમિપૂજન કરવામા આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી હતી. તેઓએ ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત કેન્સર હોસ્પિટલના નિર્માણને વધાવ્યું હતું, ‘મેઇડ ઈન ઇન્ડિયા’ની જેમ ‘વેડ ઈન ઇન્ડિયા’ સૂત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે, વિદેશના બદલે દેશમાં જ લગ્ન પ્રસંગ ઉજવો, ફરવા જાવ તો વિદેશના બદલે દેશમાં જ ટૂર કરો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં કેન્સરથી 80 લાખ લોકોના મૃત્યુ થાય છે ત્યારે લોકોએ વ્યસનથી દૂર રહેવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારા સૌભાગ્યની વાત છે કે, ખોડલધામ ટ્રસ્ટે અમરેલીમાં કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજનમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. લેઉવા પટેલ સમાજે 14 વર્ષ પહેલાં ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. શિક્ષણ, કૃષિ, સ્વાસ્થ્યમાં ટ્રસ્ટે કામ કર્યું છે. અમરેલી કેન્સર હોસ્પિટલ સેવાભાવનાની મિશાલ બનશે. કેન્સર જેવી ગંભીર બીમારીનો ઈલાજ ખૂબ જ કઠિન છે. સરકાર દ્વારા દેશમાં 9 વર્ષમાં 30 નવી કેન્સર હોસ્પિટલ નિર્માણ પામી છે જ્યારે વધુ 9 હોસ્પિટલ બનવા જઈ રહ્યા છે. દોઢ લાખ આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવ્યા છીએ.
નરેન્દ્ર મોદીએ આપ્યો લોકોને નારો
અંતમાં નરેન્દ્ર મોદીએ લોકોને એક નવો નારો આપ્યો હતો. જેમાં વિદેશમાં લગ્નને બદલે દેશમાં લગ્ન કરવા આગ્રહ કર્યો હતો અને વેઈડ ઈન ઈન્ડિયાનો નારો આપ્યો હતો અને લગ્ન કરવા માટે વિદેશમાં જવાને બદલે દેશમાં જ લગ્ન કરવા જોઈએ.
દરેક સમાજના દર્દીઓને હોસ્પિટલનો લાભ મળશે
પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યુ હતું કે, રાજકોટના અમરેલી ગામે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે તેને આવકારવા ખોડલધામ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. જેમાં લાખો લેઉવા પટેલ સમાજના આગેવાનો જોડાયા છે. નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થઈ રહ્યુ છે. આ હોસ્પિટલનું નિર્માણ થતાં લેઉવા પટેલ સહિતનાં દરેક સમાજના દર્દીઓને તેનો લાભ મળશે.
- Advertisement -
15 દીકરીઓ દ્વારા કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન થયું, હોસ્પિટલ સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 20 વર્ષમાં ગૂજરાત મેડિકલ હબ બન્યું છે. વર્ષ 2002 સુધી 11 અને આજે 40 મેડિકલ કોલેજ છે. ખઇઇજની સીટ 5 ગણી વધી છે. ઙૠ સેન્ટર 3 ઘણા વધ્યા છે. ફાર્મસી કોલેજ 13માંથી 100 થઈ છે. ડિપ્લોમા ફાર્મસીની સીટ 6માંથી વધી 30 થઈ છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખોલવામાં આવ્યું છે. 108 પણ આશીર્વાદરૂપ બની છે. આયુષ્યમાન ભારતથી 6 કરોડથી વધુ લોકો સારવાર કરાવી ચૂક્યા છે. જેમાં કેન્સરના દર્દીઓ પણ છે. જેનાથી લોકોનો 1 લાખ કરોડનો ખર્ચ બચાવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, 10,000 જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. જ્યાં 80 ટકા ડિસ્કાઉન્ટ અપાય છે. પીએમ જન ઔષધિ કેન્દ્રો 25,000 થશે. જેનાથી લોકોના 30,000 કરોડ બચ્યા છે. કેન્સરની દવાઓના ભાવ નિયંત્રિત કર્યા છે. વડાપ્રધાને લોકોને 9 આગ્રહ કર્યા હતા. જેમાં પાણી બચાવો, ડિજિટલ જાગૃતી કરાવો, સ્વચ્છતામાં શહેરને નંબર 1 બનાવો, સ્થાનિક પ્રોડક્ટ્સને પ્રમોટ કરો, દેશને જુઓ.. દેશમાં ફરો, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને જાગૃત કરો, મિલેટ્સ એટલે કે બાજરો, જુવારનું ગ્રહણ, ફિટનેસને અભિન્ન અંગ બનાવો અને ડ્રગ્સ અને નશાથી દૂર રહો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થવાનું છે. જે પૂર્વે ગઇકાલે ખોડલધામનો સાતમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. 15 દીકરીઓ દ્વારા કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન થયું છે. દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું વિશ્વભરના લોકો સાક્ષી બનશે. આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે 80 લાખ લોકોના કેન્સરથી મૃત્યુ થઈ રહ્યા છે. તમાકુ, દારૂ જેવા વ્યસનથી ઉત્પન્ન થતો રોગ છે. આપણે વ્યસન મુક્ત થઈશું તો સમાજ સ્વસ્થ રહેશે અને તો જ વિકસિત ભારતનું નિર્માણ થઈ શકશે. અનામત આંદોલન વખતે કહ્યું હતું કે, વ્યક્તિ પોતાની વિરાસત ભૂલી ન જાય તે જરૂરી છે. જ્યારે નરેશ પટેલે જણાવ્યું હતું કે, 42 એકરમાં અદ્યતન કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ હોસ્પિટલને રાષ્ટ્ર માટે અર્પણ કરવા માટે તત્પર છીએ. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યુ હતું કે, રાજકોટના અમરેલી ગામે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે તેને આવકારવા ખોડલધામ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. જેમાં લાખો લેઉવા પટેલ સમાજના આગેવાનો જોડાયા છે. નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થઈ રહ્યુ છે. આ હોસ્પિટલનું નિર્માણ થતાં લેઉવા પટેલ સહિતનાં દરેક સમાજના દર્દીઓને તેનો લાભ મળશે.