ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
માર્ચ માસ હિસાબી વર્ષનો અંતિમ મહિનો હોવાથી છેલ્લુ અઠવાડીયુ માર્કેટીંગ યાર્ડમાં વેકેશન રાખવામાં આવતુ હોય છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં તા.ર3 માર્ચથી તા.2 એપ્રિલ સુધીનું મીની વેકેશન પડી જવાનું છે. જૂનાગઢ, વિસાવદર, સહિતના માર્કેટીંગ યાર્ડમાં માર્ચ મહિનાના છેલ્લુ અઠવાડીયું બિસાબી કામકાજ માટે દર વખતે રજા જાહેર કરવામાં આવે છે. દર વખતની જેમ આ વખતે પણ 10 દિવસ જેટલુ મીની વેકેશન પડવાનું છે. તા.23 માર્ચથી તા.2 એપ્રિલ સુધી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ સદંતર બંધ રહેશે. આ સમય દરમિયાન હરરાજી, માલની આવક સહિતનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. તા.2 એપ્રિલ મંગળવારથી ફરી માર્કેટીંગ યાર્ડ ધમધમતુ થશે.