ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જીલ્લામા મોટા ભાગના તાલુકાઓમા વરસાદ વરસ્યો છે. અમરેલી જીલ્લામાં અસહ્ય ગરમી પડી રહી છે. અને છેલ્લા ચારેક દિવસથી અમરેલી જીલ્લામા છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે સતત ચોથી દિવસે અમરેલી જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમા ગઇકાલે ખાંભા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમા પવન સાથે મીની વાવાઝોડું ફૂકાવાથી ભારે નુકસાન થયુ હતું. અનેક સ્થળો પર વૃક્ષો તેમજ વીજપોલ ધરાસાઇ થયાં હતાં. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્ર્યો સર્જાયા હતાં.અને 10 જેટલા વિજપોલ ધરાસાઇ થતાં પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોચી હતી.