અટલ સરોવરની મોટાભાગની કામગીરી પૂર્ણ થતાં 26 જાન્યુઆરીએ લોકાર્પણની શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ભાગોડે રૈયા ગામ નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 100 કરોડના ખર્ચે અટલ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે. જેની મોટાભાગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી 26 જાન્યુઆરીએ તંત્ર દ્વારા આ અટોલ સરોવર લોકોને માટે ખુલ્લુ મુકવા માટેની તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ સ્માર્ટ સિટી બાજુ ભવ્ય એક 40 માળની બિલ્ડીંગ પણ તૈયાર થઈ રહી છે. જે સૌરાષ્ટ્રની સૌથી મોટી બિલ્ડીંગ અને ગુજરાતની પ્રથમ આધુનિક બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે. જેની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ પામેલ અટલ સરોવરને મીની રિવરફ્રન્ટ માંડવામાં આવી રહ્યું છે. અટલ સરોવર ખાતે એક વિશાળ ઇલેક્ટ્રોનિક બસ માટેનું ભવ્ય સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. જેમની પણ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમજ અટલ સરોવરને ફરતે રીંગરોડની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. તેમજ ઇછઝજ રૂટની પણ મોટાભાગની કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે. આગામી 26 જાન્યુઆરીના દિવસે રાજકોટવાસીઓ માટે આ નવું ખુલ્લું મૂકવામાં આવે તેવી શક્યતાઓ હાલ જોવાય રહી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, 136 કરોડ રૂપિયાના ખર્ચે (15 વર્ષના ખઘઞ અને રેવન્યુ શેરિંગ સાથે) નિર્માણ પામેલ અટલ સરોવર પ્રોજેક્ટ 1, 00, 000 ચો.મી. વિસ્તારમાં વોટર બોડીનો વિકાસ તેમજ 2, 00, 000 ચોરસ મીટર જમીનમાં પેરિફેરલ ડેવલપમેન્ટ છે. તેમજ આજુબાજુના એરિયાને હરિયાળી બનાવવા માટે 50,000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
અટલ સરોવરમાં કઈ-કઈ સુવિધા હશે?
ફ્લોટિંગ જેટી, બોટિંગ, ફાઉન્ટેન આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો, 70 મીટર અને 40 મીટર ઊંચાઈનો ફ્લેગ માસ્ટ વગેરેનો સમાવેશ છે. મૂળભૂત સુવિધાઓમાં 7 ટોઈલેટ બ્લોક, સિક્યોરિટી કેબિન, ડસ્ટ બિન, 10 ઓપન ફૂડ કોર્ટ, 1 ક્લોઝ ફૂડ કોર્ટ, સાયકલ ટ્રેક, જોગિંગ ટ્રેક, અપર અને લોઅર પ્રોમેનેડ, જનરલ પાથવે, 2 પાર્કિંગ સ્ટ્રક્ચર, ફ્રેમવાળા એન્ટ્રી એક્ઝિટ ગેટ, કમ્પાઉન્ડ વોલ, ઇનલેટ સ્ટ્રક્ચર, આઉટલેટ સ્ટ્રક્ચર, જેમાં આર્કિટેક્ચરલ ફીચર્સ જેમ કે પ્રોમેનેડ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ટ્રાફિક ગાર્ડન, સિનિયર સિટિઝન ગાર્ડન, ઓપન જીમ, ગઝેબો, 42 ગ્રામ હટ, ફ્લાવર બેડ, બોટનિકલ ગાર્ડન, સોલાર ક્લોક, સુપર ટ્રી, એન્ટ્રન્સ પ્લાઝા, વ્યુઇંગ ડેક, ભુલભુલામણી ગાર્ડન, ઈઈં આધારિત ગ્રીલ કમ્પાઉન્ડ વોલ, ટ્રેલીઝ, ટેનસાઈલ કેનોપી, એમ્ફીથિયેટર, પાર્ટી પ્લોટ વગેરે છે. મનોરંજન સુવિધાઓમાં ફેરિઝ વ્હીલ, ટોચ ટ્રેન સહિતની વ્યવસ્થાઓ અટલ સરોવરમાં મળશે.