ચાર અર્થમુવર મશીન અને બે ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ પોલીસને સોંપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મોરબી જિલ્લામાં બેફામ ખનિજચોરી થઈ રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગે બાતમીને આધારે હળવદ તાલુકાના ટીકર ગામે દરોડો પાડી રેતમાફિયાઓના ચાર અર્થમુવર મશીન તેમજ બે ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ કબ્જે કરી હળવદ પોલીસ મથકને સોંપી આપવામાં આવ્યો છે. મોરબી ખાણ-ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને માઇન્સ સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામમાં ખનીજચોરી બાબતે મળેલી બાતમીને આધારે ગતરાત્રીનાં સમયે દરોડો પાડતા
(1) હ્યુન્ડાઇ કંપનીનાં એસ્કેવેટર મશીન સિરિયલ નંબર HNDQ401AE0002588 ના ઓપરેટર જીલાભાઈ મુન્નાભાઈ ભરવાડ રે. મિયાણી તા હળવદ જી મોરબી અને માલિક ગાંડાભાઈ રેવાભાઈ ઝાપડા રે. નાના કેરાળા તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર (2) હ્યુન્ડાઇ મશીન સિરિયલ નં HYNDQ402JE0000947 જેના ઓપરેટર અને માલિક સબીરભાઈ અકબરભાઈ સંઘી રે. ટીકર તા. હળવદ જી. મોરબી (3) હ્યુન્ડાઇ મશીન સિરિયલ નં HYNDQ402AE0001333 જેના ઓપરેટર મનીષકુમાર હરદેવરાય યાદવ રે. સિરસિયા જી. મોતીહારી, બિહાર અને માલિક વશરામભાઇ છગનભાઈ ખોખાણી રે. નાના કેરાળા તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર તેમજ (4)હ્યુન્ડાઇ મશીન સિરિયલ નં Q402D00508જેના ઓપરેટર પપ્પુ હરિરામ યાદવ રહે. ગીરોના, બિહાર અને માલિક સોલંકી નિર્મળસિંહ રણજીતસિંહ રે નાના કેરાળા તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર વાળાઓને ચાર મશીનો દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ઝડપી લીધા હતા.
આ ઉપરાંત ખનીજ વિભાગે સાદીરેતી વહન કરવા સબબ સ્થળ ઉપરથી (1) GJ-32-T-3077ના ચાલાક મુકાભાઈ મુન્નાભાઈ ભરવાડ રે.મિયાણી તા.હળવદ માલિક રૈયાભાઈ કાળુભાઇ ઝાપડા રે.નાના કેરાળા તા. વઢવાણ અને (2) ડમ્પર નં. GJ-13-AW-9079ના ચાલાક હરિસિંગ રાવત અને માલિક રણજીતસિંહ મધુભા સોલંકી રે.નાના કેરાળા તા.વઢવાણ વાળાના વાહનો કબ્જે કરી ગેરકાયદેસર સાદી રેતી ખનીજનાં ખોદકામ કરી વહન કરવા બદલ સીઝ કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મુકાવી આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.