ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીના પંચાસર ચોકડી નજીક ગત રાત્રે પૂરપાટ ઝડપે આવતી એક ઈનોવા કારે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. શિવનગર, પંચાસર ગામના રહેવાસી ધવલભાઈ શીવાભાઈ કાનાણી (ઉં.વ. 26) એ ઈનોવા કાર (જીજે 36 એએફ 1252) ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ગત તા. 28ના રોજ ધવલભાઈના પિતા શીવાભાઈ કાનાણી બાઈક લઈને પંચાસર ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સતવારા સમાજ વાડી પાસે કાર ચાલકે બેદરકારીથી પાછળથી ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં શીવાભાઈને માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું. મોરબી એ ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.



