જૈન સમાજની તમામ સંસ્થાઓ દ્વારા જીવદયારત્ન વિજયભાઈ રૂપાણીએ કરેલા સદ્કાર્યોનું સ્મરણ કરી સ્મરણાંજલિ અર્પવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુણાંજલિ સભામાં ગુરુ ભગવંતો, મહાસતીજીઓ, ઘાટકોપર મુંબઈના ધારાસભ્ય પરાગભાઈ શાહ, ગુજરાતના જૈન ધારાસભ્ય, રાજકીય, ધાર્મિક, સામાજિક ક્ષેત્રે વિવિધ પદને શોભાવતા જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહી વિજયભાઈના ગુણોનું સ્મરણ કરી ભાવાંજલિ આપશે
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીએ જનસમાજ માટે તો સુંદર કાર્યો કર્યા જ છે, સાથોસાથ જૈન સમાજ માટે તેઓનું વિશિષ્ઠ યોગદાન રહેલું છે. જીવદયાના કાર્યો હોય, અબોલ જીવો માટે સબસીડીની વાત હોય કે જૈન સમાજનું કોઈપણ કાર્ય હોય વિજયભાઈ પોતાના અમૂલ્ય અને કિંમતી સમય ફાળવી નિરાકરણ લાવતા. એટલું જ નહીં ખાસ કરીને દુ:ખની ઘડીમાં ઉપસ્થિત રહી સાંત્વના, હિંમત, હુંફ આપતાં. જ્યારે તેઓ મુખ્યમંત્રી થયા ત્યારે જૈન સમાજને આનંદ હોય જ કારણ કે ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પૈકી એક માત્ર જૈન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા, ત્યારે તા. 26 ને ગુરુવારે સમસ્ત સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે સ્વ. વિજયભાઈ રૂપાણીનો ગુણાંજલિ કાર્યક્રમ યોજવામાં આવશે.
રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યમાં રાજકોટના તમામ સંઘો, જિનાલયના અગ્રણીઓ, સોશિયલ ગ્રુપ, વિવિધ સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓની એક મિટીંગ યોજાયેલી, જેમાં દિવંગત વિજયભાઈ રૂપાણીની ગુણાંજલિ સભા યોજવાનું નક્કી કરેલું છે. સમસ્ત સૌરાષ્ટ્ર જૈન સમાજ માટે રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે તા. 26-6 ગુરુવારે જૈન સમાજના પનોતા પુત્રરત્ન દિવંગત વિજયભાઈ રૂપાણીનો ગુણાંજલિ કાર્યક્રમ યોજાશે તેમ જૈન સમાજની યાદીમાં જણાવાયું છે. સ્થા. જૈન મોટા સંઘ, રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ, શાલિભદ્ર સરદારનગર સ્થા. જૈન સંઘ, ગોંડલ રોડ (વેસ્ટ) સ્થા. જૈન સંઘ, નેમિનાથ વિતરાગ સ્થા. જૈન સંઘ, જૈન ચાલ સ્થા. જૈન સંઘ, રાજગિરી જૈન સંઘ, શેઠ ઉપાશ્રય જૈન સંઘ, શ્રમજીવી સ્થા. જૈન સંઘ, રેસકોર્સ પાર્ક સ્થા. જૈન સંઘ, મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ, ગીતગુર્જરી સ્થા. જૈન સંઘ, મહાવીરનગર સ્થા. જૈન સંઘ, ઉવગ્ગહરં સાધના ભવન (પારસધામ), અજરામર સ્થા. જૈન સંઘ, સંઘાણી સ્થા. જૈન સંઘ, જય જિનેન્દ્ર આરાધના ભવન, જંકશન પ્લોટ સ્થા. જૈન સંઘ, ચંદ્રપ્રભુ સ્થા. જૈન સંઘ, સદર સ્થા. જૈન સંઘ, નાલંદા સ્થા. જૈન, સરિતાવિહાર સ્થા. જૈન સંઘ, જયપ્રેમધીર સંકુલ ઈન્દ્રપ્રસ્થ નગર સ્થા. જૈન સંઘ, વિમલનાથ સ્થાનકવાસી જૈન સંઘ, હીરક સદ્ગુરુ ઉપાશ્રય, નવકાર સ્થાનકવાસી જૈન સંઘ, હરિજ્યોત વખારીયા ઉપાશ્રય, ભક્તિનગર સ્થા. જૈન સંઘ, રામકૃષ્ણનગર સ્થા. જૈન સંઘ હાજરી આપશે. તથા રાજકોટ જૈન તપગચ્છ સંઘ, જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, કાલાવડ રોડ શ્ર્વેતાંબર મૂર્તિ જૈન તપગચ્છ સંઘ, પ્રહલાદ પ્લોટ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, યુનિવર્સિટી રોડ શ્ર્વેતાંબર મૂર્તિ જૈન તપગચ્છ સંઘ, પંચવટી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શાંતિનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, મણિયાર જૈન દેરાસર શ્રાવક શ્રાવિકા, વિમલનાથ સ્વામી જૈન દેરાસર, ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, વાસુપૂજ્ય સ્વામી જિનાલય, શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, સિદ્ધચક્ર તપગચ્છ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ, રૈયા રોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ, જૈન શ્ર્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ, નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર- જય ધર્મ પ્રતાપ સ્મૃતિ ટ્રસ્ટ, જાગનાથ જિનાલય, રણછોડનગર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પટણી દેરાસર, આનંદનગર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, બાવન જિનાલય, આનંદ મંગલ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, જીરાવાલા પાર્શ્ર્વનાથ જૈન દેરાસર, રૈયા હિલ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, શાંતિનાથ જિનાલય, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ, દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, કુંદકુંદ કહાન પરિવાર યુવક મંડળ ટ્રસ્ટ, મહાવીર સ્વામી દિગંબર જિન મંદિર, દિગંબર ગુરુકુળ, તેરાપંથી સંપ્રદાય, શ્રમણ સંઘ વગેરે હાજરી આપશે.
- Advertisement -
આજરોજ જૈન સમાજના ચંદ્રકાંતભાઈ શેઠ, ઉપેનભાઈ મોદી, મધુભાઈ ખંધાર, ભરતભાઈ દોશી, મહેશભાઈ મહેતા, કિરીટભાઈ શેઠ, પ્રતાપભાઈ વોરા, સેતુરભાઈ દેસાઈ, નિલેશભાઈ શાહ, મનોજભાઈ ડેલીવાળા, અલ્પેશ મોદી, પ્રદીપ મહેતા, મહેશભાઈ શેઠ, રાકેશ ડેલીવાળા, નીતિનભાઈ મહેતા, સુશીલભાઈ ગોડા, પરેશ સંઘાણી, ગૌરવભાઈ દોશી, જયભાઈ મહેતા અને બિપીનભાઈ પારેખ ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવ્યા હતા.