અભિલાષ ઘોડા
જાણીતા કલાકારોએ પુરષોત્તમ ઉપાધ્યાય ને અંતિમ સંસ્કાર વખતે તેમની જ જાણીતી રચનાઓ ગાઇને અંતિમ વિદાય આપી
- Advertisement -
ભુતકાળના ખરાબ અનુભવો પછી માહીતી વિભાગ ગુજરાતી ફિલ્મોની સબસીડી-એવોર્ડના સ્ક્રીનીંગમાં વધુ સજાગ થયો
સબસિડીની ગાઇડ લાઇનમાં ધરખમ ફેરફારોની શક્યતા
પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાય નો જન્મ તારીખ 15 ઓગષ્ટ, 1934 ના રોજ ખેડા જીલ્લાના ઉત્તરસંડા ખાતે થયો. વર્ષ 2017 માં ’પદ્મશ્રી’ ઍવોર્ડથી તેઓને સન્માનિત કરાયા હતા. તેઓ ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક અને સંગીતકાર હતા. ભણવા કરતાં સંગીતમાં એટલો બધો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કારકિર્દી ઘડવા માટે વતન છોડીને મુંબઈ જતા રહ્યા હતા. નસીબની બલિહારી કે તે જમાનાના વિખ્યાત કલાકારો અમીરબાઈ કર્ણાટકી, તબલાનવાજ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, વિખ્યાત ગુજરાતી ગાયક અને સ્વરકાર દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ જેવી હસ્તીઓ તેમના અંગત પરિચયમાં આવી હતી. સમયાંતરે તેમના ગુજરાતી સુગમ સંગીતના સ્વતંત્ર કાર્યક્રમો ઠેર ઠેર દેશવિદેશમાં આયોજિત થવા લાગ્યા હતા. તેમના સ્વરનિયોજન હેઠળ દેશના સુવિખ્યાત પાર્શ્વગાયકો સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકર, આશા ભોંસલે અને મહમ્મદ રફી જેવા પ્રથમ પંક્તિનાં ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. ગુજરાતી સુગમ સંગીતમાં પુરુષોત્તમભાઈના સ્વરનિયોજન હેઠળ જે કલાકારોએ પોતાનો કંઠ આપ્યો છે તેમાં હંસા દવે અગ્રક્રમ ધરાવે છે. ગુજરાતી સુગમ સંગીતની ઊગતી પેઢી પુરુષોત્તમ ઉપાધ્યાયને અનૌપચારિક રીતે પોતાના ગુરુ માને છે. પુરષોત્તમ ઉપાધ્યાય નું નિધન ગત તારીખ 11 ડીસેમ્બર ના રોજ મુંબઇ મુકામે 90 વર્ષ ની ઉંમરે ટુંકી માંદગી બાદ થયું. તેઓના અંતિમ સંસ્કાર વખતે તેમની બન્ને દીકરીઓ વિરાજ – બીજલ સહીત, વરીષ્ઠ કલાકાર હેમા દેસાઇ, નિશા ઉપાધ્યાય, દીપાલી સોમૈયા દાંતે, ઐશ્વર્યા મજમુદાર જેવા કલાકારોએ પુરુષોત્તમ ઉપાધ્યાય ની જાણીતી રચનાઓ ના સ્વરો રેલાવી સુરાંજલી અર્પણ કરી હતી. અંતિમ સંસ્કાર સમયે ઉપરોકત કલાકારો ઉપરાંત રજત ધોળકીયા, આલાપ દેસાઇ, શોભિત દેસાઇ, યોગેશ સંઘવી, રીમા મજમુદાર સહીત મોટી સંખ્યામાં પરીવારજનો, સ્નેહીઓ અને સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
મુંબઈ ખાતે પ્રાર્થના સભા
તારીખ 15 ડીસેમ્બર, 2024
રવિવારે સવારે 10:30 થી 12:30
ભારતીય વિદ્યાભવન, ચોપાટી,
મુંબઈ ખાતે રાખવામાં આવેલ છે.
અમદાવાદ ખાતે સ્મૃતિસભા
તારીખ 16 ડીસેમ્બર, 2024
સોમવારે સાંજે 6 થી 8
ઠાકોરભાઇ દેસાઈ હોલ,
લો ગાર્ડન, અમદાવાદ ખાતે.
પોતાના તરફ જ નાળિયેર ફેંકતા જૂના વિવાદિત લોકોને જ્યુરીમાંથી દુર કરાશે??
ગુજરાતી ફિલ્મોનું સ્તર હવે ખુબ સારી ગુણવત્તાઓ સાથે ઘણું સુધરી ગયું છે. વર્ષે 70 થી 75 ફિલ્મો બને છે જેમાં 40 થી 50 ફિલ્મો ખુબ જ ગુણવત્તાસભર ફીલ્મો હોય છે પરંતુ દર વર્ષે 20 થી 30 ફિલ્મો માત્ર સબસીડી હડપવા માટે જ બનતી હોય છે. !!!! આવી ફિલ્મો ક્યારે બને છે, કેવી રીતે બને છે, કોણ બનાવે છે જે ખબર નથી. પણ યેન કેન પ્રકારેણ સબસીડીના લીસ્ટમાં આવી ફિલ્મો ચોક્ક્સ સ્થાન મેળવે છે. અને જે ફિલ્મો ખરેખર ખર્ચાળ હોય છે, યોગ્ય રીતે રીલિઝ થયેલી હોય છે, પ્રેક્ષકો તરફથી દાદ પણ મેળવી હોય છે તેવી મજબુત ફિલ્મો ને, આવી સબસીડી માટે જ બનેલી ફિલ્મોને કારણે નુકશાન જાય છે. રાજ્ય સરકારે ફિલ્મોને ગુણવત્તા આધારીત સબસીડી આપવાની અદભુત યોજના તૈયાર કરી છે. જે માટે ફિલ્મ ફ્રેટરનીટી માંથી જ કેટલાક લોકોને જ્યુરીમાં લેવામાં આવે છે. આ જ્યુરીમાંના જ અમુક ચોક્કસ લોકો આવી સબસીડી માટે બનેલી ફિલ્મો ને અને પોતે જે ફિલ્મ સાથે સીધી કે આડકતરી રીતે સામેલ હોય તેવી ફિલ્મોને વધુ સબસીડી અપાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. આમાં માહીતી વિભાગ ના અધીકારીઓ કે કર્મચારીઓ તો સાવ નિર્દોષ છે, તે લોકો ગુજરાતી ફિલ્મોનું મુલ્યાંકન કરવા અસમર્થ છે એટલે તો તજજ્ઞો ને નિયુક્ત કરવામાં આવે છે. માત્ર ભુલ એટલી જ કરે છે કે ગાઇડ લાઇન મુજબ જો આવા તજજ્ઞ કોઇ પણ ફિલ્મ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલ હોય તેમને જ્યુરીમાં સ્થાન આપવાનું હોતું નથી, છતાં આ ગાઇડ લાઇન નો અમલ થતો નથી. જ્યુરીમાંના લગભગ દરેક લોકો તે જ વર્ષ ની કોઇ ને કોઇ ફિલ્મ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલ હોય જ છે. પણ આધારભુત માહીતી મુજબ ગત વર્ષ ના અનુભવ પછી માહીતી વિભાગ ગુજરાતી ફિલ્મોની જ્યુરી અને સ્ક્રીનીંગ બાબતે ગંભીર થયો છે. જ્યુરી પર કડક મોનીટરીંગ રાખવામાં આવે છે. સુત્રો તરફથી મળતી બીનઆધારભૂત માહીતી મુજબ આવા ચોક્કસ તજજ્ઞો માટે અઢળક ફરીયાદો આવતા તેવા તજજ્ઞોને બદલવા માટે પણ ચક્રો ગતિમાન થયા છે. આવા તજજ્ઞોની જગ્યાએ સંપુર્ણ બીન વિવાદાસ્પદ અને હાલ ફિલ્મો સાથે સીધી કે આડકતરી રીતે ન સંકળાયેલા હોય તેવા લોકોને સ્થાન મળી શકે છે. એટલું જ નહીં હાલની સબસીડી ની ગાઇડલાઇન માં સુધારા કરી માત્ર ગુણવત્તાસભર ફિલ્મોને સબસીડીનો લાભ મળે તેવો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. જો આવું થાય તો આવનારા દિવસોમાં સારી ગુજરાતી ફિલ્મોને અન્યાય નહીં થાય તેમ હાલ તો લાગી રહ્યું છે.