સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત તથા દેશ-વિદેશના અનેક ઉમેદવારો ભાગ લેશે
બ્રહ્મ અગ્રણીઓ, તમામ તડગોળના પ્રમુખ, સભ્યો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભૂદેવ સેવા સમિતિ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના પરિવારો માટે સમાજની માંગ તથા લગ્નોત્સુક યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી પસંદગીની તક પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક-યુવતી હાઈટેક લગ્ન પરિચય સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારે ભૂદેવ સેવા સમિતિ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના યુવક-યુવતીઓ માટે આગામી તા. 22 ને શનિવારના રોજ હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી સંમેલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પરિચય સંમેલન માટે બ્રહ્મસમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. હાજર રહેલી યુવતીઓને તેમની પરિચય મેળા માટે ભરેલ એન્ટ્રી ફી કાર્યક્રમના અંતે પરત આપવામાં આવશે. આ હાઈટેક પસંદગી સંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાત તેમજ દેશ વિદેશથી લગ્ન ઈચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ મેગા હાઈટેક પરિચય સંમેલનમાં ભૂદેવ સેવા સમિતિ દ્વારા એકદમ તલસ્પર્શી વર્ગીકરણ કરી અને ઉમેદવારોને ગ્રેજ્યુએટ, અન્ડર ગ્રેજ્યુએટ, ઉંમર તથા અન્ય માહિતીના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
- Advertisement -
આ કાર્યક્રમના ભવ્ય આયોજનના ભાગરૂપે હોલમાં પ્રવેશ મેળવતા પહેલાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. ઉમેદવારોને તેમની કીટ આપવામાં આવશે જેમાં યુવક-યુવતી પરિચય પુસ્તિકા, ઉમેદવારનો પાસ, વાલીના પાસ, ભોજન પાસ તેમજ ભૂદેવ સેવા સમિતિના કાર્યોની માહિતી પુસ્તિકા આપવામાં આવશે તથા જે ઉમેદવારો ફોર્મ નથી ભરી શક્યા તેના માટે સ્થળ પર સ્પોટ રજિસ્ટ્રેશન સવારે 7થી 9 સુધી કરાવી શકાશે અને પ્રવેશ મેળવી શકશે. ભૂદેવા સેવા સમિતિ, 115-116, ગોલ્ડન પ્લાઝા, અતુલ મોટર્સ સામે, ટાગોર રોડ, રાજકોટ ઓફીસ ખાતે કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વધુ વિગત માટે તેજસ ત્રિવેદી મો.નં. 9904004838 પર સંપર્ક કરી શકાશે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે તેજસ ત્રિવેદી, હરેશ જોશી, વીકી ઠાકર, ધીરેન મહેતા, વિશાલ ઉપાધ્યાય, દિલીપ જાની, મોહીત વ્યાસ, ચેતન જોષી, અલ્પેશ જોષી આવ્યા હતા.