ઇન્ડિયા ગઠબંધનના દળોના તમામ મોટા નેતાઓ મીટિંગમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ચુક્યા છે. ગઇખાલે દિલ્હી પહોંચ્યા પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ઇન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય 2024ના ચુંટણી પછી કરવામાં આવશે. તેમણે વિશ્વાસથી કહ્યું કે, ભાજપને હટાવવા માટે ગઠબંધન સીટ-ફાળવણી સહિતા સમગ્ર મુદા પર પહેલા જ વાતચીત કરવી પડશે.
આવતા વર્ષ લોકસભા ચુંટણીની તૌયારીઓ અને રણનીતિ બનાવવા માટે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની બેઠક આજે દિલ્હીના અશોકા હોટલમાં યોજાશે. સીટની ફાળવણી, ન્યૂનતમ ભાગીદારી કાર્યક્રમ, હાલના વિધનસભા ચુંટણીમાં નિષ્ફળતા પછી ભાજપ સાથે બાથ ભીડવા માટે સંયુક્ત રણનીતિ ગઠબંધનના સામેના મુખ્ય પડકારો છે. બેઠકમાં આ મુદા પર વિચાર-વિમર્સ કરવા માટેની સંભાવના રહેલી છે.
- Advertisement -
સમિતિ ચુંટણીની તૈયારીમાં લાગી ગઇ
જ્યારે, બિહારના ઉપ-મુખ્યમંત્રી અને નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, ગઠબંધનને લઇને પહેલા બનાવવામાં આવેલી સમિતિઓ પડદાની પાછળ રહીને કામ કરી રહી છે. હું ચુંટણીની તૈયારીમાં લાગી ગયો છું.