રશિયા-યુક્રેન વચ્ચે સાઉદી અરેબિયામાં બેઠક યોજાવા પર સહમતી
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. બંને દેશોનું યુદ્ધ બંધ થાય તે માટે અમેરિકા સહિત અનેક દેશો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે અનેક વખત વાતચીત કરી છે, જોકે તેમ છતાં બંને દેશો એકબીજા પર ભયાનક હુમલા કરતા રહ્યા છે, ત્યારે યુક્રેનના સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમિએરોવે અમેરિકાના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન રશિયા-યુક્રેન વચ્ચે સાઉદી અરેબિયામાં બેઠક યોજાવા પર સહમતી થઈ છે.
- Advertisement -
અગાઉ ટ્રમ્પે UAEમાં બેઠક યોજાવનો ઉલ્લેખ કર્યો હતો
ટ્રમ્પે આઠમી માર્ચે કહ્યું હતું કે, ‘અમે આવતા અઠવાડિયે સાઉદી અરેબિયામાં મળી રહ્યા છીએ અને વાત કરીશું. જો આપણે અંતિમ સમજુતી અંગે વાત કરીએ, તો રશિયા સાથે વ્યવહાર કરવો વધુ સરળ હોઈ શકે છે, કારણ કે તેમની પાસે તમામ શક્તિ અને કાર્ડ છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, કામ પુરુ કરવા માટે યુક્રેનને વાતચીતમાં સામેલ કરવું પડશે. જો રશિયા અને યુક્રેન સમાધાન કરવા માંગતા ન હોય તો અમેરિકા આ મામલાની બહાર થઈ જશે. મારો ઉદ્દેશ્ય બંને દેશોમાં યુદ્ધમાં થતા મોતને રોકવા માટે છે.’
યુદ્ધવિરામનીવાતો વચ્ચે રશિયાનો યુક્રેન પર હુમલો
- Advertisement -
રશિયા દ્વારા રવિવારે રાત્રે યુક્રેનમાં ડ્રોન હુમલા કરાયા છે, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. સ્થાનિક સત્તાવાળાઓ અને યુક્રેનની ઈમરજન્સી સેવાઓએ આ માહિતી આપી હતી. યુક્રેનની રાજધાની કિવ પર આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે સાઉદી અરેબિયામાં બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે વાતચીત થવાની સંભાવના છે.