પ્લાસ્ટિક પ્રતિબંધ તેમજ ઇકો સેન્સેટિવ ઝોન કામગીરીની સમીક્ષા કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.05
- Advertisement -
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ગિરનાર ઇકો સેનસેટિવ ઝોન મોનીટરીંગ કમિટીનાં સભ્યોની
કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
કલેકટર દ્વારા લોકોમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તાર અંગે જાગૃતિ ફેલાઈ, લોકો તેનાથી માહિતગાર બને અને તેના તમામ નિયમોનું પાલન કરે તે માટે મોટા પ્રમાણમાં ઝુંબેશના ધોરણે અવરનેસ કેમ્પેઇન કરવા માટે અમલીકરણ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટાપાયે જાગૃતિ આવે અને લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તે માટે પંચાયત વિભાગના અધિકારીશ્રીઓને પણ સૂચના આપવામાં આવેલ. હાલમાં લોક જાગૃતિને પરિણામે ઇકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત થઈ ગયો છે તે બાબતે ઉપસ્થિત અધિકારીઓની કામગીરીની સરાહના કલેકટરશ્રી દ્વારા કરવામાં આવી હતી.
આ બેઠકનું સંચાલન જૂનાગઢ ફોરેસ્ટ ડીવિઝનના ડીસીએફ અક્ષય જોશીએ કર્યું હતું. આ તકે કલેકટર દ્વારા ગિરનાર પર્વત અને ઇકો સેનસેટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી વિશેની સમીક્ષા કરાઈ હતી. તેમજ ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આસપાસના ઇકો સેન્સેટિવ ઝોન એરીયા પાસેનાં કામગીરીની સમીક્ષા કરાઇ હતી.
- Advertisement -
આ તકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, મ્યુ.કમિશનર ઓમપ્રકાશ, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ. ચોધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.