ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત ભાજપના સમર્થક મંચ દ્વારા તાજેતરમાં ગાયત્રી મંદિર કાલાવડ રોડ રાજકોટ ખાતે રાજકોટના સુવર્ણકારોના વિવિધ પ્રશ્ર્નોને વાચા આપવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ સમર્થક મંચના અધ્યક્ષ પ્રશાંતભાઈ શ્રીમાળી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તેજસભાઈ મિસ્ત્રી, રાજકોટ જિલ્લા પ્રમુખ દિવ્યાબેન દવે તથા ઉપપ્રમુખ માલતીબેન સાતા તેમજ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઝીંઝુવાડીયા, રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ કિશોરભાઈ, રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ પ્રિયાંશ આરદેશરાની ઉપસ્થિતિમાં રાજકોટ સોની સમાજના અગ્રણી અરવિંદભાઈ પાટડીયા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના રાજકોટ પ્રમુખ મયુરભાઈ આડેસરા, સમસ્ત સોની સેના રાજકોટના પ્રમુખ કેતનભાઈ પાટડીયા, સંયોજક રવિકાન્તભાઈ વાગડીયા, મેહુલભાઈ ભગત, દેવાંશભાઈ પટણી, ગૌરવભાઈ રાધનપુરા, જ્યોતિન્દ્રભાઈ ઝીંઝુવાડીયા, જલ્પેશભાઈ લાઠીગરા ઉપસ્થિત રહ્યા હતા અને સુવર્ણકારોના કારીગરો તથા વેપારી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણકારોના જટિલ પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને છેતપિંડીના પ્રશ્ર્નો, ચોરાવ મુદ્દામાલ અંગેના પ્રશ્ર્નો તથા અન્ય પ્રશ્ર્નોની રજૂઆત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ શ્રીમાળી સમક્ષ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઝીંઝુવાડીયા દ્વારા રજૂ કર્યા, જેમાં ગુજરાત ભાજપ સમર્થક મંચના હોદ્દેદારોએ સુવર્ણકારોના પ્રશ્ર્નોને વિવિધ વાચા આપવા ગુજરાત સરકારમાં તથા કેન્દ્ર સરકારમાં યોગ્ય રજૂઆત કરી તેનો વહેલાસર ઉકેલ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.