રેલવે ફાટક પરનો બ્રિજ ઝડપથી બને અને વેરાવળ નગર ટ્રાફિકમુક્ત બને તે માટેના પગલા લેવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં ઘણાં સમયથી પેન્ડિંગ જી.યુ.ડી.સી.ને લગતાં કામો પૂર્ણ કરવા અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ નગરને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત કરવા માટે રેલવે ફાટક પર બનતા બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમજ બંને તરફ સર્વિસ રોડ બને અને લોકોના આવાગમન માટે બંધ રહેલ ફાટક સત્વરે ખુલી જાય તે માટેની કામગીરી ઝડપથી કરવાં માટે આજે મળેલ બેઠકમાં કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, વેરાવળ નગરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જિલ્લા કલેક્ટરએ છેલ્લા થોડા સમયમાં નગરપાલિકાના 11 માંથી 9 વોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઈને રાત્રિ સભા કરી હતી.
- Advertisement -
કલેક્ટરએ આ રાત્રી સભામાં નાગરિકોના પ્રશ્નો- સમસ્યાઓ સાંભળીને તેને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો. કલેક્ટરના આ પ્રયત્નને લોકોએ વધાવી દીધો હતો. અગાઉના વર્ષોમાં જી.યુ.ડી.સી. દ્વારા ભૂગર્ભ ડ્રેનેજ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં મિસિંગ લિંક સહિતની અધૂરી બાબતો પરત્વે લોકોની ફરિયાદ અન્વયેના કામ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
ભૂગર્ભ ડ્રેનેજ યોજનાના ત્રીજા તબક્કામાં મંજૂર થયેલ વેરાવળ-પાટણ ગામતળના કામો આગામી વર્ષાઋતુ પહેલાં પૂર્ણ કરવાં માટે કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.આ ઉપરાંત, મંજૂર થયેલ સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ઝડપથી ચાલુ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય ઇજનેર અને જનરલ મેનેજર ટેક.ૠઞઉઈ ગાંધીનગરના એન.એલ.પટેલ, ૠઞઉઈ ગાંધીનગરના વાઇસ પ્રેસિડન્ટ પી.એ. પટેલ, ૠઞઉઈ, પી.આઈ.યુ., ભાવનગરના પ્રોજેક્ટ મેનેજર ગોવિંદ આર. પટેલ, ૠઞઉઈના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર ધીરજ રાઠોડ, વેરાવળ પાલિકાના ચીફ ઓફિસર ચેતન ડૂડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



