ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 9 જાન્યુઆરી 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વની ઉજવણીના સમયે જાહેરાત કરી હતી કે હું આને અમારી સરકારનું સૌભાગ્ય માનું છું કે અમને તા. 26 ડીસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે જાહેર કરવાની તક મળી. આ દિવસે ઇસ્લામ ન સ્વીકારવા બદલ સરહિંદના નવાબે બાબા સમા શીખ ગુરુ, શ્રી ગુરુ ગોવિંદસિંહજીના નાના પુત્રો સાહિબજાદો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી જેઓ માત્ર 7 અને 9 વર્ષના હતા તેમને દિવાલમાં જીવતા ચણી દીધા હતા. ધર્મની રક્ષા માટે તેઓએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
- Advertisement -
વીર બાલ દિવસ ઉજવણીના આ કાર્યક્રમના આયોજન અને માર્ગદર્શન માટેની આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક કશ્યપભાઈ શુક્લની ઉપસ્થિતિમાં આ બેઠકના વોર્ડવાઈઝ સંયોજક અને શહેર સંગઠનના હોદ્દેદારોને વીર બાલ દિવસ શા કારણે ઉજવવામાં આવે છે અને આ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગર કક્ષાએ ક્યા ક્યા કાર્યક્રમોનું આયોજન કરવું તે અંગે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અને વીર બાલ દિવસના સંયોજક શહેર ભાજપ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા, સહસંયોજક શહેર ભાજપ મંત્રી વિજયભાઈ ટોળીયા અને ભાજપના કાર્યકર્તાઓ હરિસીંઘભાઈ સુચરીયા અને સુનીલભાઈ ટેકવાણીની આગેવાનીમાં રાજકોટ મહાનગરમાં આવેલ ગુરુદ્વારાઓમાં પુષ્પાંજલીના કાર્યક્રમો કરવા તેમજ ફાઈનાન્સ શાળાઓ અને કોલેજોમાં ભજન કીર્તન અને ફોટો પર પુષ્પાંજલીના કાર્યક્રમો ઘડવા તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે વીર બાલ દિવસ અંતર્ગતની પ્રદશર્ની પણ યોજવી જેથી કાર્યકર્તાઓ શહીદ સાહેબજાદાઓના અને સમગ્ર શીખ સંપ્રદાયના સાહસ અને બલિદાનથી માહિતગાર થઈ શકે તેવું નક્કી કરવામાં આવેલું હતું. આ બેઠકમાં પરિમલભાઈ પરડવા, વિજયભાઈ ટોળીયા, સુનીલભાઈ ટેકવાણી, વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપ ઉપપ્રમુખ અને કાર્યાલય મંત્રી હિતેષભાઈ ઢોલરીયા સહકાર્યાલય મંત્રી શૈલેષભાઈ દવે સહિત વોર્ડના સંયોજક અને સહસંયોજક ઉપસ્થિત રહ્યા હતા.



