વિ.હિ.પ. તથા રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે શ્રીરામ કથા અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામનવમી શોભાયાત્રાની પૂર્વતૈયારીના ભાગરૂપે વિ.હિ.પ. કાર્યાલય ખાતે વિવિધ સંસ્થા-મંડળો તથા વિ.હિ.પ., બજરંગ દળ, દુર્ગાવાહિનીના કાર્યકર્તાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિ.હિ.પ., બજરંગ દળ, દુર્ગાવાહિનીના કાર્યકર્તાઓ, રાજકોટની નામાંકિત સામાજિક, સેવાકીય સંસ્થા, મંડળોના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા રાધેશ્યામ ગૌશાળાના રાધેશ્યામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિ.હિ.પ.ના હોદ્દેદારોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં અગત્યની જાહેરાત કરતાં જણાવવામાં આવ્યું હતું કે આગામી તા. 9 એપ્રિલ ને મંગળવારથી તા. 16 એપ્રિલ ને મંગળવાર સુધી શ્રીરામ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે
તેમજ રામનવમીના પાવન દિવસે એટલે કે તા. 17 એપ્રિલ બુધવારના રોજ પરંપરા મુજબ દર્શનીય શોભાયાત્રાનું આયોજન વિ.હિ.પ. તથા રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ વખતની શોભાયાત્રા પણ નાણાવટી ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતેથી ધર્મસભા બાદ શરૂ થઈને રાજકોટના જાણીતા રાજમાર્ગોના રૂટ ફરીને સતયુગશ્રી રામજી ભગવાન મંદિર, શ્રી ન્યાલ ભગત અન્નક્ષેત્ર ઓમ હિં રામ જય રામ જય જય રામ ખાતે પૂર્ણાહુતિ પામશે.
આ બેઠકમાં શોભાયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં શોભાયાત્રાનો રૂટ નાણાવટી ચોક, 150 ફૂટ રીંગ રોડથી શરૂ થઈ (ધર્મસભા બાદ પ્રસ્થાન), રૈયા ચોકડી, કનૈયા ચોક, હનુમાનમઢી ચોક, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, રોકડીયા હનુમાન મંદિર ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસીબી ઓફીસ, ત્રિકોણબાગ, લાખાજીરાજ રોડ, કરણસિંહજી બાલાજી મંદિર રોડ, સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ, આશાપુરા મંદિર પેલેસ રોડ, કેનાલ રોડ, ભૂતખાના ચોક, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, સૂર્યકાંત હોટલ, બોમ્બે ગેરેજ ચોક, સતયુગશ્રી રામજી ભગવાન મંદિર શ્રી ન્યાલ ભગત અન્નક્ષેત્ર ખાતે મહાઆરતી બાદ પૂર્ણાહુતિ થશે તથા રૂટનો સમય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
- Advertisement -
રાજકોટ ખાતેના રામ ઉત્સવ કાર્યક્રમ નિમિત્તે માર્ગદર્શક મંડળ જાહેર કરવામાં આવેલ હતું. જેમાં રાધેશ્યામ બાપુ, શાંતુભાઈ રૂપારેલીયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, નિતેશભાઈ કથીરીયા, વિનુભાઈ ટીલાવતની જાહેરાત કરવામાં આવી હતી.