ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.17
જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સંકલન રૂમ ખાતે ટોબેકો કંટ્રોલ અને પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ ટોબેકો કંટ્રોલ અને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની વિગતોની સમીક્ષા કરી ’બેટી બચાવો-બેટી પઢાવો’ અંતર્ગત જાગૃતતા તેમજ ક્લિનિક ઇન્સ્પેક્શનને વધુ સઘન બનાવવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરૂણ રોયે પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત જિલ્લામાં થયેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસાના વાતાવરણમાં નાના-મોટા રોગચાળા વકરતાં હોય છે, ત્યારે આ રોગચાળાને ડામવા અને બાળકો સહિત તમામ લોકોની વધુ સારી આરોગ્ય રક્ષા કરી શકાય તે જરૂરી છે.
- Advertisement -
આ બાબતને ધ્યાનમાં લઇ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછાર, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શસ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ મેટરનિટી ડેથ રિવ્યૂ કમિટી સહિતની આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની બેઠક યોજાઈ હતી.