વિવિધ પીવાના પાણીના કામોને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં જિલ્લા પાણી અને સ્વચ્છતા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની હાલની સ્થિતિ, પાણી વિતરણ વ્યવસ્થા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં અગાઉ યોજાયેલી સમિતિની બેઠકની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ત્યારબાદ વિવિધ કચેરીઓ તરફથી પોરબંદર જિલ્લામાં પીવાના પાણી માટે રજૂ થયેલા કામોની ચર્ચા કરવામાં આવી અને નવી યોજનાઓને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. તેમજ વિવિધ ગામોમાં પીવાનું પાણી સુપરીત રીતે પહોંચે એ માટે આયોજનાત્મક દરખાસ્તો અને કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન 0% અને 1% થી 30% સુધી પાણી વેરો વસૂલતા ગ્રામ પંચાયતો/પાણી સમિતિઓની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે ઉઠાવવામાં આવનાર પગલાંઓ અંગે ચર્ચા થઈ હતી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં હયાત પાણી સ્ટોરેજ સુવિધાઓ અને તેમનાં આજુબાજુની સફાઈની સ્થિતિની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ અપાયા હતા.