કમિશનર દ્વારા ફાટક એક્સિડન્ટ ઘટાડવા પર ભાર મૂકી જરૂરી સુચનો કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
જૂનાગઢ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક રોડ સેફ્ટી કમિશ્નરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગ સલામતી અંગે જરૂરી દિશા નિદર્શો આપવામાં આવ્યા.
રોડ સેફ્ટી કમિશ્નર એસ.એમ.પટેલ વચ્યુઅલ ઉપસ્થિત રહી માર્ગ સલામતી અંગે થયેલ કામગીરી નો તાગ મેળવ્યો હતો. કમિશ્નર દ્વારા ફાટક એક્સિડન્ટ ઘટાડવા પર ભાર મૂકી જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા. ટુવ્હિલ ચાલકો હેલ્મેટ પહેરે તે અંગે ચોક્કસ જગ્યા નક્કી કરવા જણાવેલ જ્યાંથી કોઈપણ વ્યક્તિ હેલ્મેટ વગર ના જઈ શકે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.
વાહન વ્યવહાર અધિકારી એ.પી. પંચાલ દ્વારા જૂનાગઢ જિલ્લામાં માર્ગ સલામતી માટે થયેલ કામગીરીનું પીપીટી પ્રેઝન્ટેશન રજુ કરી કામગીરી વિશે માહિતગાર કર્યા. આ બેઠકમાં એસપી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેક્ટર એન.એફ.ચૌધરી, તેમજ સબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.