ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
બીજેપી ગુજરાત પ્રદેશ સામાજિક સંપર્ક અભિયાન લોકસભા ઇલેક્શન-2024 અનુસંધાને જામનગર ખાતે પ્રદેશ સામાજિક સંપર્ક અભિયાન અનુસંધાને જામનગર શહેર-જામનગર જિલ્લો-દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓની બેઠક થઈ સામાજિક સંવાદ સમગ્ર ગુજરાતમાં તારીખ 18-4- 2024 થી 2-5-2024 સુધી યોજાશે.
- Advertisement -
સવિનય જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી- ગુજરાત પ્રદેશ-2024 ઇલેક્શન અનુસંધાને ગત તારીખ 7-4-2024ના રોજ ભારતીય જનતા પાર્ટી- 12-જામનગર લોકસભા કાર્યાલય- ખાતે પ્રદેશ સામાજિક સંપર્ક અભિયાન સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ ચમનભાઈ સિંધવ જામનગર શહેર-મહામંત્રી વિજયસિંહ જેઠવા લોકસભા સંયોજક ડો. વિનોદભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને જામનગર- શહેર-જામનગર જિલ્લા- દેવભૂમિ દ્વારકા જિલ્લા પદાધિકારીઓની બેઠક મળેલ સામાજિક સંપર્ક અભિયાન હોદ્દેદાર ગીરીશભાઈ, ડી.એલ.પરમાર, લક્ષ્મણભાઈ ભવનભાઈ રાજપાલભાઇ ગઢવી તથા ઓબીસી મોરચા-પ્રમુખ મહામંત્રી- પદાધિકારીઓ જામનગર જિલ્લો- જામનગર શહેર-દેવભૂમિ દ્વારકા ઉપસ્થિત રહેલ.આ બેઠકમાં આગામી ઇલેક્શન 2024 ગુજરાત 26 સીટ 5 લાખ થી વધારે મતદાન પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર. પાટીલ સાહેબ ના લક્ષને પૂર્ણ કરવા માટે તમામ વિધાનસભા સીટમાં ‘સામાજિક સંપર્ક સંવાદ’ કાર્યક્રમની રૂપરેખા તૈયાર થયેલ સામાજિક સંપર્ક અભિયાન અનુસંધાને જામનગર લોકસભામાં અંદાજિત 40 થી વધારે કાર્યક્રમો યોજાશે.
સમગ્ર નાના-નાના સમાજને સરકાર દ્વારા થયેલ તમામ યોજના ઓ ની માહિતી તથા થયેલ કામો અંતર્ગત સંવાદ કાર્યક્રમમાં માહિતી આપવામાં આવશે આ સામાજિક સંપર્ક અભિયાનના માર્ગદર્શક સંગઠન મહામંત્રી રત્નાકરજી ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચા અધ્યક્ષ રાજ્ય સભાના સાંસદ મયંકભાઇ નાયક- પ્રદેશ સંયોજક ડો.સનમભાઈ પટેલ ના સીધા માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતમાં સામાજિક સંવાદ કાર્યક્રમો યોજવાના છે તેનું સતત માર્ગદર્શન મળી રહેશે.