ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ પરિવાર દ્વારા પરિષદની વિવિધ પ્રવૃત્તિઓ સહભાગી થઇ સૈા કાર્યકર્તાઓ સાથે મળીને અનેક સેવા યજ્ઞો ઉજવતા હોય છે. જેમાં ભજન કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, ચિકિત્સા કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, રક્ષાબંધન પર્વ, ચિકિત્સા શિબિર, ગણપતિ ઉત્સવ, ગણપતિ મૂર્તિ વિતરણ, વ્યસનમુક્તિ કાર્યક્રમ, વનગ્રામ નિવાસ, નગરયાત્રા સહિતનાં કાર્યક્રમ કરવામાં આવે છે. દેવગઢ બારીયા તાલુકાનાં અંતરીયાળ એવા જૂના બારીયા અને છોટા ઉદેપુર જિલ્લાનાં કવાટ તાલુકાનાં માણાવાટ ગામે ચિકિત્સા શિબિર આયોજિત કરવામાં આવી હતી. યોજાયેલ મેડીકલ કેમ્પમાં 12 ગામોનાં 435 થી વધુ લોકોએ સારવાર ચિકિત્સા નો લાભ લીધો હતો. મેડીકલ કેમ્પમાં જતા માર્ગમાં કવાટ નજીક હાંફેશ્ર્વર મહાદેવ દર્શને જૂનાગઢ ચિકીત્સા ટીમ કવાટ તાબાનાં માણાવાવ ગામે પહોંચી હતી.સાંજે શિબીર સંપન્ન થયા બાદ પહેલા કવાંટ છાત્રાવાસ ખાતે આયોજીત રાત્રી સભામાં પરિચય દરમિયાન કવાંટ નગર છોટાઉદેપુર જિલ્લા એકમના વનવાસીકલ્યાણ પરિષદના કાર્યકર્તાઓ સાથે જૂનાગઢ વનવાસી કલ્યાણ પરિષદ એકમના કાર્યકર્તાઓનો પરિચય થયો હતો.