ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
સમગ્ર ગુજરાતની નજર જે બેઠક પર હતી તે રાજકોટ લોકસભા બેઠક પર આજે મતગણતરી કેન્દ્ર પર ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલા અને કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સાથે જોવા મળ્યા હતા. ચૂંટણી સમયે એકબીજાની ટિપ્પણી કરવામાં જરા પણ પાછીપાની ન કરનારા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ અર્થસભર સ્મિત કર્યું હતું જે આ તસ્વીરમાં સ્પષ્ટ નજરે પડે છે.