ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીના પીપળી રોડ પર આવેલા જેટકોના સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગુરુવારે સાંજે આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી અને રાજકોટ ફાયર બીગ્રેડની ટીમોની લગાતાર છ કલાકની જહેમતના અંતે આ આગ ઉપર મધરાત્રે 1 વાગ્યે સંપૂર્ણપણે કાબુ મેળવાયો હતો.
- Advertisement -
મોરબીના પીપળી રોડ પરના જેટકોના સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં ગુરુવારે સાંજે બ્લાસ્ટ સાથે ભયાનક આગ ફાટી નીકળી હતી. થોડીવારમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી અને રાજકોટની ફાયર ટીમોએ આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આગના કારણે એક કે બે લાઈન્સ પર વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. પુરવઠો પૂર્વવત કરવા જેટકો અને પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ ટ્રાન્સફોર્મરને આઈસોલેટ કરી દેવાયું હતું, જેથી આગ અન્ય વિસ્તારોમાં ન ફેલાય. વધુમાં આ આગની ઘટના ગઈકાલે ગુરુવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ લાગી હતી. ટીમો તરત જ ટ્રાન્સફોર્મર આઇસોલેટ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
અસરગ્રસ્ત સબ સ્ટેશનને નજીકના સ્ટેશન પરથી પાવર ટ્રાન્સફર કરીને વૈકલ્પિક વીજ પુરવઠો પૂરો પડાયો હતો. ત્યારે સાંજે લાગેલી આગને 4 ફાયર ટીમોની જહેમતને અંતે મોડીરાત સુધીમાં કાબૂમાં લેવાય હતી.



