માંગરોળનાં શેખપુર ગામેથી જૂનાગઢ પેરોલ ફર્લોસ્કોડની ટીમે પકડયો
ખાસ-ખબર સંવાદદાતા
જામનગર જેલમાંથી પેરોલ મેળવી બે વર્ષથી ફરાર શખ્સને જૂનાગઢ પેરોલ ર્ફ્લોસ્કોડની ટીમે ઝડપી લીધો હતો અને જેલ હાલે કર્યો હતો. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં એસપી રવિ તેજા વાસમસેટ્ટીનાં માર્ગદર્શનમાં પેરોલ ફર્લોસ્કોડના એએસઆઈ પ્રદીપભાઈ ગોહેલ,એએસઆઈ ઉમેશભાઈ વેગડા,સંજયભાઈ વઘેરા,દિનેશભાઇ છૈયા,જયેશભાઈ બાંભણીયા સહિતની ટીમ દ્વારા જિલ્લાનાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમા ગુનાનાં ફરાર આરોપીઓ તથા જેલ ફરારી આરોપીઓ પકડવા કવાયત હાથ ધરી છે.ત્યારે બાતમી મળી કે, જામનગર જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર આરોપી પાકા કામના કેદી આદમ ઈબ્રાહીમ ખેબર (ઉ.વ.60 રે.શેખપુર તા.માંગરોળ) મુદત પુરી થયે જેલ હાજર થયો નથી. આ શખ્સ માંગરોળના શેખપુર ગામે છે. પેરોલ ફર્લોસ્ક્ોડની ટીમ પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. જેલ હવાલે કર્યો હતો.



