પોલીસે અમરાપુરના યુવાનને તેના ઘરેથી પકડી લઇ તરૂણીનો બાકુલાથી કબ્જો લીધો હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
માળીયાહાટીના તાલુકાના એક ગામમાં રહેતી મહિલા પર અમરાપુરના યુવાને છરી વડે હુમલો કરી તેની તરૂણ વયની પુત્રીનું અપહરણ કરી ગયો હતો. આ અંગે ફરિયાદ થતા પોલીસે અમરાપુરના યુવાનને તેના ઘરેથી પકડી લઇ તરૂણીનો બાકુલાથી કબ્જો લીધો હતો. આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના એક ગામમાં રહેતી તરૂણી અને તેની માતા ઘરે હતા ત્યારે અમરાપુરનો પરેશ ગોવિંદ મેર નામનો શખ્સ ત્યાં આવ્યો હતો.
- Advertisement -
તેણે તરૂણીને વાત કરવા માટે ફોન પણ આપ્યો હતો. પરેશ મેરે તરૂણીની માતાને છરી વડે હુમલો કરી મારી નાખવા ધમકી આપી હતી. બાદમાં તરૂણીનું અપહરણ કરી ગયો હતો. આ અંગે ફરિયાદ થતા માળીયાહાટીના પીએસઆઇ એસ.એમ.સુમરા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી પરેશ મેરને તેના ઘરેથી પકડી લીધો હતો. તેની પુછપરછ દરમિયાન તરૂણી બાકુલા હોવાની કબુલાત આપતા પોલીસે બાકુલા ખાતેથી તરૂણીનો કબ્જો મેળવી વધુ કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી હતી.