ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના ખાખરેચી દરવાજા વિસ્તારમાં બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અન્વયે ગુન્હો દાખલ કરાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે બાતમીને આધારે શહેરના ખાખરેચી દરવાજા વિસ્તારમાં દરોડો પાડી આરોપી મકબુલ ઇસ્માઇલભાઈ મનસુરીને દેશી હાથ બનાવટની એક પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર તેમજ બે કારતુસ કિંમત રૂપિયા 200 સહિત કુલ રૂ.10,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.
મોરબીના ખાખરેચી દરવાજા પાસેથી દેશી પિસ્તોલ, બે કારતુસ સાથે એક શખ્સ ઝડપાયો



