પોલીસે 64 બોટલ સાથે 92 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જૂનાગઢમાં વિદેશી દારૂની બદીને ડામી દેવા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સુચના અપાતા બી-ડીવીઝન પીઆઇ એચ.પી.ગઢવી અને પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે શહેરના જોષીપરા વિસ્તારમાંથી એક કારને રોકાવી તલાશી લેતા તેમાંથી ઇંગ્લીશ દારૂની 63 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.
શહેરના જોષીપરા વિસ્તારમાં કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. પેટ્રોલીંગ દરમિયાન ક્ધયા છાત્રાલય સામે શંકાસ્પદ હાલતમાં ઉભેલા હિતેશ ઉર્ફે ટકો નરોતમ કારીયા નામના યુવકની કારની તલાસી લેતા કારમાંથી 63 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ સગેવગે થાય તે પહેલા પોલીસે યુવકને ઝડપી પુછપરછ કરતા દારૂ જોશીપરામાં રહેતા આશિષ ઉર્ફે અચો સેવ કમલ સખાણીને આપવાનો હોવાની કબુલાત કરી હતી. પોલીસે દારૂ અને કાર સહિત 92,800નો મુદ્દામાલ ઝડપી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.