પોરબંદર SOGએ કેફી દ્રવ્યોના જાળને તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
પોરબંદરમાં કેફી દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની રહી છે. તાજેતરમાં પોરબંદર શહેરના સુરજ પેલેસ પાસે આવેલા રેલ્વે ફાટક નજીકથી જઘૠ ટીમના ભીમા ઓડેદરા તથા ભરતસિંહ ગોહીલે બાતમીના આધારે એક શખ્સને 1182 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર શહેરના સૂરજ પેલેસ પાસે રેલ્વે ફાટક નજીકથી જઘૠએ શની ઉર્ફે ગાભો રમણીકભાઈ ચૌહાણ નામના શખ્સને ઝડપી લીધો હતો, જેની પાસેથી ભુખરા કલરના સુકા પાંદડા અને ડાળખા સાથે 1182 ગ્રામ ગાંજો મળી આવ્યો. આ સાથે, પોલીસ દ્વારા શખ્સ પાસેથી કુલ 16,820 રૂપિયાનું મુદામાલ કબજે કરવામાં આવ્યું, જેમાં 11,820 રૂપિયાનું ગાંજો અને 5,000 રૂપિયાનું મોબાઇલ ફોન સામેલ છે.
- Advertisement -
પોલીસની પુછપરછ દરમિયાન, શની ચૌહાણે જણાવ્યું કે આ ગાંજો તેણે ગોવિંદ ભેરુલાલ મેઘવાળ પાસેથી મેળવ્યો છે, જે મૂળ મધ્યપ્રદેશના છે અને હાલ કડીયા પ્લોટમાં રહે છે. આ બાતમીના આધારે, પોલીસે ગોવિંદ મેઘવાળને પકડી પાડવા માટે તપાસની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનના ઙજઈં જે. એલ. જાડેજાના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલી રહી છે. પોરબંદર પંથકમાં કેફી દ્રવ્યોની હેરાફેરીને રોકવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.



