પોલીસે લાયસન્સ વગરની જામગરી બંદૂક કબ્જે કરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને તાલાલા તાલુકાના ધાવા ગીર ગામની સીમમાં આવેલ ગોલ્ડન રૂટ ફાર્મ હાઉસ પાસે જંગલ વિસ્તારમાં પરવાનગી વગરની બંદુક સાથે લઈ એક શખ્સ લઈ ફરતો હોવાની બાતમી મળતા પોલીસે તપાસ કરતા ધાવા ગીર ગામની સીમના જંગલ વિસ્તારમાંથી લતીફ અબ્બાસ મકવાણા રે.સાંગોદ્વા ગીર વાળો ગેરકાયદેસર લાયસન્સ કે પરવાના વગરની દેશી જામગરી બંદુક સાથે નજરે પડતાં પોલીસે હથીયાર સાથે આ શખ્શ ને ઝડપી લીધો હતો.પોલીસે આ શખ્શ સામે ગુનો દાખલ કરી પી.આઈ.જે.એન.ગઢવી એ આરોપીની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી છે.