એસઓજીએ દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપી લીધો છે. હાલ વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સુચના આપી હતી. ત્યારે આ સુચના બાદ એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે વંથલી તાલુકાના સાંતલપુર ગામે રહેતો દિનમહમદ ઉર્ફે દિનકો હુશેનભાઇ સાંતલપુર ગામની ઢંઢીયા સીમમાં છે જેની પાસે ગેરકાયદેસરની જામગરી બંદૂક છે. બાદમાં દરોડો પાડી દિનમહમદ ઉર્ફે દિનકો હુશેનભાઇને એસઓજીએ ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી જામનગરી બંદૂક કિંમત 1000ની મળી આવતા તેની સામે હથિયાર ધારા અંગેનો ગુનો નોંધી વંથલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વંથલીમાંથી દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ

Follow US
Find US on Social Medias


