ચારેક દિવસ પૂર્વે રાજસ્થાની શખ્સ આપી ગયાની કબૂલાત : રિમાન્ડ મેળવવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં માદક પદાર્થ વેંચતા પેડલરો ઉપર વિશેષ વોચ રાખવાની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસે વિનોદનગર આવાસમાં દરોડો પાડી જાહેરમાં ગાંજો વેંચતા શખ્સને ઝડપી લીધો છે પોલીસે 2.10 લાખના ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી પૂછતાછ કરતા ચારેક દિવસ પહેલા રાજસ્થાની શખ્સ આપી ગયાની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં માદક પદાર્થ વેંચતા શખ્સોને ઝડપી લઇ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી હેતલ પટેલ અને એસીપી બી વી જાધવની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં પીએસઆઈ જે.જે.ગોહિલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયદિપભાઈ આલગોતરને બાતમી મળી હતી કે વિનોદનગર આવાસ યોજના કવાર્ટ2 બ્લોક નં.04 કવા.નં.2020માં રહેતો ફીરોઝ આમદભ રાઉમા પોતાના કબ્જામાં ગાંજાનો જથ્થો રાખી વિનોદનગરના કવાર્ટર પાસે જાહેરમાં વેચાણ કરે છે.
આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફ સાથે વિનોદનગર આવાસ યોજના કવાર્ટરમાં દરોડો પાડતા પ્લાસ્ટીકના છાપરા નીચે લાકડાના બાકડા ઉપર હાથમાં પ્લાસ્ટીકની કોથળી લઈને ફિરોજ બેઠેલો જોવા મળ્યો હતો પોલીસે તેને કોર્ડન કરી નામઠામ પૂછતાં ફીરોઝ આમદ રાઉમા ઉ.43 હોવાનુ જણાવ્યું હતું સ્ટાફે તેની પાસે રહેલ કોથળી તપાસતાં તેમાંથી 4.200 કિલો ગાંજો મળી આવતાં પોલીસે ગાંજો અને મોબાઈલ સહીત કુલ 2.20 લાખના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી પોલીસે પૂછતાછ કરતા ચારેક દિવસ પહેલાં રાજસ્થાની પુરણનાથ નામનો શખ્સ ગાંજો આપી ગયાની કબૂલાત આપતા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.



